પંજાબના CM ભગવંત માનની અચાનક તબિયત લથડી
Punjab CM Bhagwant Mann : પંજાબ (Punjab) થી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની (Bhagwant Mann) તબિયત લથડતા આજે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ છેલ્લા બે દિવસથી તેઓ તબિયત ખરાબ હોવાને કારણે ઘરે આરામ કરી રહ્યા હતા અને દવાઓ પણ લઈ રહ્યા હતા, પરંતુ તબિયતમાં કોઈ ખાસ સુધારો ન થતા ડોક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભગવંત માનની તબિયત લથડી (Punjab)
મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત બગડતા તેમણે પ્રારંભિક સારવાર ઘરે આપવામાં આવી રહી હતી પરંતુ હાલતમાં સુધારો ન જોવા મળતાં તેમને આજે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલના તબીબી બુલેટિન પ્રમાણે હાલમાં તેમની તબિયત સ્થિર છે અને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.
PHOTO | Punjab CM Bhagwant Mann taken to Fortis Hospital after two days of deteriorating health. With no signs of improvement, doctors advised immediate hospitalisation.
(File Photo) pic.twitter.com/w3EanhMpta
— Press Trust of India (@PTI_News) September 5, 2025
આ પણ વાંચો -Akhilesh Yadav : 'સરકારે એવી ગાડી આપી છે જે ચલાવી શકાય તેમ નથી'
હોસ્પિટલમાં જ આરામ પર (Punjab)
સરકારી સૂત્રોએ જણાવ્યુ છે કે, ડૉક્ટરોની નિગ્રણમાં મુખ્યમંત્રીએ થોડા દિવસ હોસ્પિટલમાં જ આરામ કરવો પડશે. સત્તાવાર કાર્યક્રમો અને મુલાકાતો હાલ સ્થગિત કરવામાં આવ્યા છે. આ સમાચાર સામે આવતા પંજાબના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકો મુખ્યમંત્રીના તંદુરસ્તી માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો -Ajit Pawar: અજિત પવાર અને IPS અધિકારી વચ્ચેની થઈ 'બબાલ'
સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી
મહત્વપૂર્ણ છે કે, મુખ્યમંત્રી ભગવંત માન અગાઉ પણ થોડીવાર માટે તબિયત નબળી પડતા આરામ પર રહ્યા હતા, પરંતુ આ વખતે વધુ ગંભીરતા દર્શાવવામાં આવી રહી છે. નોંધનિય છે કે, રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ અપેક્ષા છે કે નજીકના સમયમાં વધુ વિગત જાહેર કરાશે.
પંજાબમાં ભયંકર પૂરનો સામનો કરવો પડી રહ્યો છે
તમને જણાવી દઈએ કે પંજાબ હાલમાં દાયકાઓની સૌથી ભયાનક પૂર આફતનો સામનો કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. પંજાબમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે, જેના કારણે અસરગ્રસ્ત લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પૂરને કારણે 43 લોકોનાં મોત થયા છે અને 3.55 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. લગભગ 1.75 લાખ હેક્ટર વિસ્તારનો પાક નાશ પામ્યો છે.


