Punjab Flood : વડાપ્રધાન મોદીએ પંજાબમાં પૂરની સ્થિતિ અંગે મેળવી માહિતી
- Punjab Flood,
- PM Modi એ પંજાબમાં પૂરની સ્થિતિ અંગે મેળવી માહિતી
- વડાપ્રધાન મોદીએ પંજાબના મુખ્યમંત્રી Bhagwant Maan સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી
- PM Modi એ આફતગ્રસ્ત સ્થિતિમાંથી બહાર આવવા માટે પૂરતી મદદની તૈયારી દર્શાવી
Punjab Flood : ચીનથી પરત ફરતા જ વડાપ્રધાન મોદી (PM Modi) એ ભારતના મહત્વના રાજ્ય પંજાબમાં આવેલા પૂર વિશેની માહિતી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Maan) સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ આફતગ્રસ્ત સ્થિતિમાંથી બહાર આવવા માટે પૂરતી મદદની તૈયારી દર્શાવી. પંજાબમાં વરસાદને કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓ પૂરથી ભરાઈ ગઈ છે. રાજ્યના 12 જિલ્લાઓના 1,044 ગામોના લગભગ 2,56,107 લોકો પૂરથી પ્રભાવિત છે. પંજાબમાં 96,061 હેક્ટર ખેતીલાયક જમીન પૂરની ઝપેટમાં છે. NDRF, SDRF, સેના અને પોલીસ કર્મચારીઓ યુદ્ધના ધોરણે રાહત કાર્ય કરી રહ્યા છે.
Punjab Flood માં 29 લોકોએ જીવ ગુમાવ્યો
જાપાન અને ચીનની મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) દિલ્હી પરત ફર્યા ત્યારે પંજાબમાં પૂર (Punjab Flood) ની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. તેમણે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીતમાં પૂરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. વડાપ્રધાને શક્ય તમામ મદદ અને સહાયની ખાતરી આપી. પંજાબમાં ભારે વરસાદ અને પૂરથી વ્યાપક વિનાશ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ મૃત્યુ પઠાણકોટ જિલ્લામાં થયા છે. છેલ્લા એક મહિનાથી પંજાબના 12 જિલ્લાઓમાં પૂરે તબાહી મચાવી છે, જેને અધિકારીઓએ દાયકાઓમાં સૌથી ખરાબ આફત ગણાવી છે.
Punjab Flood Gujarat First-02-09-2025--
આ પણ વાંચોઃ ઝારખંડના દિગ્ગજ BJP leader ને ફરી ધમકી મળી, PLFIના નામથી અપાઇ ધમકી
હજારો લોકોનું રેસ્ક્યૂ કરાયું
હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પંજાબમાં સતલજ, બિયાસ અને રાવી નદીઓ ઉભરાઈ રહી છે. રાજ્યના ઘણા ભાગોમાં સતત વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. પંજાબમાં અત્યાર સુધીમાં 15,688 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ગુરદાસપુરમાં 5,549, ફિરોઝપુરમાં 3,321, ફાઝિલ્કામાં 2,049, અમૃતસરમાં 1,700 અને પઠાણકોટમાં 1,139 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
પૂરથી 1,044 ગામો પ્રભાવિત થયા છે અને કુલ 2,56,107 લોકો આ આફતથી પ્રભાવિત થયા છે. પૂરથી લગભગ 96,061 હેક્ટર ખેતીલાયક જમીન પ્રભાવિત થઈ છે. પશુધનને પણ ભારે નુકસાન થયું છે.
Punjab Flood Gujarat First-02-09-2025-
આ પણ વાંચોઃ Gurugram Traffic Jam : ગુરુગ્રામમાં વરસાદ બાદ ભયંકર ટ્રાફિક જામ, 7 કિમી સુધી ગાડીઓ ફસાઈ
Immediately on landing in Delhi, Prime Minister Narendra Modi called up Punjab CM Bhagwant Mann to discuss the situation arising due to rain and flooding in Punjab. He assured all help and support to the state: Govt of India Sources pic.twitter.com/kxSEgxygY5
— ANI (@ANI) September 1, 2025


