Purnia Murder: બિહારના પૂર્ણિયામાં એક જ પરિવારના 5 સભ્યોને જીવતા સળગાવ્યા
- પૂર્ણિયાના તેતગામામાં એક પરિવારના પાંચ સભ્યોની હત્યા
- ડાકણ હોવાની શંકાએ 5 સભ્યોને જીવતા સળગાવ્યા
- મૃતદેહો ગાયબ કરી દેવામાં આવ્યા હતા
- પોલીસ મૃતદેહો શોધવામાં વ્યસ્ત
Purnia Murder : હાર પૂર્ણિયાના તેતગામામાં (Tetgama village )એક પરિવારના પાંચ સભ્યોને (family killed )ડાકણ હોવાનો આરોપ લગાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ મૃતદેહો શોધવામાં વ્યસ્ત છે. આ સિવાય તાંત્રિક નકુલ ઓરાઓં સહિત બે લોકોની અટકાયત કરવામાં આવી છે. પૂર્ણિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના રાજીગંજ પંચાયતના તેતગામામાં એક પરિવારના પાંચ સભ્યોને ડાકણ હોવાનો આરોપ લગાવીને હત્યા કરવામાં આવી હતી.
ડાકણના આરોપે લીધો જીવ
ડાકણનો આરોપ લગાવી માર મારવામાં આવ્યો હતો અને સળગાવી દેવામાં આવ્યા હતા અને પછી મૃતદેહો ગાયબ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ મૃતદેહો શોધવામાં વ્યસ્ત છે. એસપી, એએસપી સહિત ઘણા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. માર્યા ગયેલા લોકોમાં બાબુલાલ ઓરાઓં, તેમની પત્ની સીતા દેવી, માતા કાટો માસોમત, પુત્ર મનજીત ઓરાઓં અને પુત્રવધૂ રાની દેવીનો સમાવેશ થાય છે. તેમને ડાકણ હોવાના આરોપમાં મારી નાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો -દેશની તમામ ભાષાઓ રાષ્ટ્રીય ભાષા છે....RSSનું ભાષા વિવાદ પર મોટું નિવેદન
250 થી વધુ લોકોએ કરી હત્યા
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામના 250 થી વધુ લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમની હત્યા કરી હતી. FSL અને ડોગ સ્ક્વોડની ટીમો પણ તપાસમાં લાગી છે. પોલીસે તાંત્રિક નકુલ ઓરાઓં સહિત બે લોકોની અટકાયત કરી છે. આ ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના રાજીગંજ પંચાયતના તેટગામાની છે.


