Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાષ્ટ્રપતિ મુર્મુએ ફર્સ્ટ લેડી રાફેલ પાઇલટ શિવાંગી સિંહ સાથે ઉડાન ભરી

પાકિસ્તાને 'ઓપરેશન સિંદૂર'માં રાફેલ પાઇલટ શિવાંગી સિંહને પકડવાનો ખોટો દાવો કર્યો હતો. પરંતુ શિવાંગી સિંહ બુધવારે અંબાલા એરબેઝ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે જોવા મળ્યાં. રાષ્ટ્રપતિ મુર્મુએ G-Suit પહેરીને રાફેલ જેટમાં સફળ ઉડાન ભરી. પ્રથમ મહિલા રાફેલ પાઇલટ શિવાંગી સિંહની હાજરીએ પાકિસ્તાનના જૂઠાણાંને સંપૂર્ણપણે બેનકાબ કર્યું.
રાષ્ટ્રપતિ મુર્મુએ ફર્સ્ટ લેડી રાફેલ પાઇલટ શિવાંગી સિંહ સાથે ઉડાન ભરી
Advertisement
  • પાકનું જૂઠ બેનકાબ; રાફેલ પાઇલટ Shivangi Singh President Murmu સાથે દેખાયા
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરબેઝ પર રાફેલ જેટમાં સફળ ઉડાન ભરી
  • પાકિસ્તાનનો ખોટો દાવો કરાયેલ મહિલા પાઇલટ શિવાંગી સિંહ રાષ્ટ્રપતિ સાથે હતાં
  • શિવાંગી સિંહ દેશના છે પ્રથમ મહિલા રાફેલ પાઇલટ

Shivangi Singh President Murmu : પાકિસ્તાને 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતનું રાફેલ જેટ (Operation Sindoor Fake Claim) તોડી પાડ્યું હોવાના અને એક મહિલા પાઇલટને પકડી લીધા હોવાના ખોટા દાવા (Pakistan Fake News Exposed) કર્યા હતા, જે હવે સંપૂર્ણપણે બેનકાબ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર એવી ખોટી અફવાઓ પણ ફેલાવવામાં આવી હતી કે પાઇલટ શિવાંગી સિંહને પકડી લેવામાં આવ્યાં છે. જોકે, રાફેલ ફાઇટર પાઇલટ શિવાંગી સિંહ બુધવારે અંબાલા એરબેઝ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu Rafale) સાથે જોવા મળ્યાં હતાં.

રાષ્ટ્રપતિએ રાફેલ જેટમાં સફળ ઉડાન ભરી (Rafale Pilot Shivangi Singh)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાણાના અંબાલા વાયુસેના સ્ટેશન (Ambala Airbase) ખાતેથી રાફેલ લડાકુ વિમાનમાં સફળતાપૂર્વક ઉડાન ભરી. આ ઐતિહાસિક ઉડાન દરમિયાન સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ તેમની સાથે હતાં. નોંધનીય છે કે, સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા રાફેલ પાઇલટ (First Woman Rafale Pilot) છે.

Advertisement

તસવીરોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને શિવાંગી સિંહના ચહેરા પર સ્પષ્ટ હાસ્ય જોવા મળી રહ્યું હતું, જે પાકિસ્તાનના તમામ જૂઠાણાંને નકારતું હતું.

Advertisement

  • શિવાંગી સિંહ વિશે: શિવાંગી સિંહને 2015માં ફાઇટર પાઇલટના રેન્કમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ લગભગ બે દાયકાથી વાયુસેનામાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યાં છે. તેઓ ફ્રાન્સ નિર્મિત સિંગલ સીટર રાફેલ લડાકુ વિમાન ઉડાડનાર પ્રથમ ભારતીય મહિલા છે.

સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડરની ઉડાન (Supreme Commander's Flight)

રાફેલ વિમાનમાં ચઢતા પહેલાં, રાષ્ટ્રપતિ મુર્મુએ ખાસ G-Suit પહેર્યો હતો. બપોરે 11.27 કલાકે વિમાને ઉડાન ભરતા પહેલાં, રાષ્ટ્રપતિએ પ્લેનની અંદરથી હાથ હલાવીને સૌનું અભિવાદન કર્યું હતું. એર ચીફ માર્શલ એ પી સિંહે પણ તેમની સુરક્ષા માટે અન્ય એક વિમાનમાં અહીંથી ઉડાન ભરી હતી.

વાયુસેનાના સર્વોચ્ચ કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિ મુર્મુને એરબેઝ પર ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. આ પહેલાં, 8 એપ્રિલ 2023ના રોજ તેમણે આસામના તેજપુર વાયુસેના સ્ટેશન પરથી સુખોઈ-30 MKI લડાકુ વિમાનમાં ઉડાન ભરી હતી. તેઓ સુખોઈ ઉડાવનારા ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા હતા. અગાઉ, પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટીલે પણ આ સિદ્ધિ મેળવી હતી.

રાફેલ વિમાનોનો સમાવેશ (Rafale Induction in IAF)

ફ્રાન્સની એરોસ્પેસ કંપની દસૉલ્ટ એવિએશન દ્વારા નિર્મિત રાફેલ લડાકુ વિમાનોને સપ્ટેમ્બર 2020માં અંબાલા વાયુસેના સ્ટેશન પર ભારતીય વાયુસેનામાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યા હતા. પહેલાં પાંચ રાફેલ વિમાનોને 17મી સ્ક્વોડ્રન 'ગોલ્ડન એરોઝમાં સામેલ કરાયા હતા, જે 27 જુલાઈ 2020ના રોજ ફ્રાન્સથી ભારતમાં આવી પહોંચ્યા હતા.

આ પણ વાંચો : દિલ્હીમાં પ્રદૂષણ પર 'કૃત્રિમ વરસાદ'નો પ્રયોગ નિષ્ફળ! 14 ફ્લેયર્સ શા માટે કામ ન કર્યા?

Tags :
Advertisement

.

×