Raghuram Rajan on US tariff : : US ટેરિફ ચિંતાજનક છે, ભારત માટે આ એક 'ચેતવણી'
- પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ટેરિફને ગણાવી ચિંતાજનક (Raghuram Rajan on US tariff)
- રઘુરામ રાજને કેન્દ્ર સરકારને ટેરિફ મુદ્દે આપી સલાહ
- ભારતે એક વેપારી ભાગીદારી પર નિર્ભતા ઘટાડવી પડશે
- હાલ ભારત પર અમેરિકાએ લગાવ્યો છે 50 ટકા ટેરિફ
Raghuram Rajan on US tariff : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફને 'અત્યંત ચિંતાજનક' ગણાવ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો ભારત કોઈ એક વેપારી ભાગીદાર પરની નિર્ભરતા ઘટાડશે નહીં, તો ભવિષ્યમાં પણ આવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં રાજને કહ્યું કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થામાં વેપાર, રોકાણ અને નાણાંનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે, તેથી ભારતે ખૂબ જ કાળજીપૂર્વક પગલાં લેવા પડશે.
"આ એક ચેતવણી છે" (Raghuram Rajan on US tariff)
યુએસએ બુધવારથી ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે, જે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ એક પ્રકારનો દંડ છે. આ નવા ટેરિફ પછી, અમેરિકામાં નિકાસ થતા ભારતીય માલ પરનો કુલ ટેરિફ વધીને 50% થઈ ગયો છે. રાજને (Raghuram Rajan on US tariff) તેને "ચેતવણી" ગણાવી અને કહ્યું, " આપણે કોઈ એક દેશ પર વધુ પડતો આધાર રાખવો જોઈએ નહીં. આપણે પૂર્વ, યુરોપ અને આફ્રિકા જેવા પ્રદેશો તરફ જોવું જોઈએ અને એવા સુધારા કરવા જોઈએ જે આપણને 8-8.5% નો વિકાસ દર પ્રાપ્ત કરવામાં મદદ કરે, જેથી આપણા યુવાનોને રોજગાર મળી શકે."
Raghuram Rajan interview
પુનર્વિચાર કરવાની સલાહ
રઘુરામ રાજને અમેરિકા સાથે વેપાર ચાલુ રાખવાની વાત કરી, પરંતુ તે જ સમયે તેમણે રશિયાથી તેલ આયાત કરવાની ભારતની નીતિ પર પુનર્વિચાર કરવાનું પણ સૂચન કર્યું. તેમણે કહ્યું, "આપણે પૂછવું પડશે કે આ નીતિથી કોને ફાયદો થઈ રહ્યો છે અને કોને નુકસાન થઈ રહ્યું છે. રિફાઇનર્સ ભારે નફો કરી રહ્યા છે, જ્યારે નિકાસકારો ટેરિફ દ્વારા કિંમત ચૂકવી રહ્યા છે. જો ફાયદો ખૂબ ઊંચો ન હોય, તો કદાચ આપણે આ ખરીદી ચાલુ રાખવી જોઈએ કે નહીં તે વિચારવું યોગ્ય રહેશે."
આ મુદ્દો ભૂ રાજનીતિનો છે: રાજન (Raghuram Rajan on US tariff)
રાજને કહ્યું કે આ મુદ્દો ન્યાયીપણાનો નથી, પરંતુ ભૂરાજનીતિનો છે. તેમણે કહ્યું કે વેપાર અને રોકાણ હવે 'શસ્ત્રીકરણ' થઈ ગયા છે. તેથી, ભારતે તેના પુરવઠા સ્ત્રોતો અને નિકાસ બજારોમાં વૈવિધ્યીકરણ કરવું પડશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રીએ એમ પણ કહ્યું કે ભારતે આ કટોકટીને તક તરીકે જોવી જોઈએ અને સ્વનિર્ભરતા સહિતના વિકલ્પો શોધવા જોઈએ.
economic advice India
નાના નિકાસકારોને અસર થશે (Raghuram Rajan on US tariff)
રાજને ચેતવણી આપી હતી કે આ ટેરિફ ભારતના નાના નિકાસકારો, જેમ કે ઝીંગા ખેડૂતો અને કાપડ ઉત્પાદકોને ખરાબ અસર કરશે અને તેમની આજીવિકા જોખમમાં મૂકાશે. તેમણે કહ્યું કે તે અમેરિકન ગ્રાહકો માટે પણ હાનિકારક છે, જેમણે 50% વધુ કર ચૂકવવો પડશે. તેમણે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વધુ સારી રીતે સંકલિત થવા માટે માળખાકીય સુધારાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આ પણ વાંચો : 'ભારતના હઠીલા વલણને કારણે ટ્રમ્પ ટેરિફ વધારશે' હવે USના મોટા અધિકારીની ચેતવણી


