Bihar Politics: બિહાર વોટર લિસ્ટ અંગે રાહુલ ગાંધીના પ્રહાર, ચૂંટણી પંચને ગણાવ્યું ભાજપની 'ઈલેક્શન ચોરી શાખા'
- બિહારમાં ચૂંટણી પંચ ભાજપની 'ઈલેક્શન ચોરી શાખા'
- રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી
- ચૂંટણી પંચ મતની ચોરી કરતાં રંગે હાથ પકડાયું
Bihar Politics: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)આજે ગુરૂવારે ચૂંટણી પંચ બિહારમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન-મતદારોની યાદીનું પુનરીક્ષણ)ના ભાગરૂપે થઈ રહેલી મત ચોરીમાં ભાજપનો સાથ આપી રહ્યું હોવાનો આક્ષેપ મૂક્યો છે. તેમણે ચૂંટણી પંચ ભાજપની 'ઈલેક્શન ચોરી શાખા' તરીકે કામ કરતું હોવાનો દાવો કર્યો છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે ,બિહારમાં SIR ના નામ પર ચૂંટણી પંચ મતની ચોરી કરતાં રંગે હાથ પકડાયું છે. નામ SIR અને કામ ચોરી. જે લોકો તેને ઉજાગર કરી રહ્યા છે, તેના પર નોંધાઈ રહી છે એફઆઈઆર. તેમણે આ પણ સવાલ કર્યો કે, શું ચૂંટણી પંચ હવે ચૂંટણી પંચ જ રહ્યું છે કે, પછી ભાજપની ઈલેક્શન ચોરી શાખા બની ગયુ છે?
बिहार में चुनाव आयोग 'SIR' के नाम पर रंगे हाथ वोट चोरी करता पकड़ा गया।
काम सिर्फ़ चोरी, नाम ‘SIR’ - पर्दाफाश करने वाले पर होगी FIR!
EC अब भी ‘Election Commission’ है या पूरी तरह BJP की ‘Election Chori’ शाखा बन चुका है?#VoteChori https://t.co/sigNsspa4a
— Rahul Gandhi (@RahulGandhi) July 17, 2025
અગાઉ અનેક વખત આક્ષેપો કર્યા હતાં
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આ પહેલી વાર નહીં, પણ અગાઉ અનેક વખત આક્ષેપો કર્યા હતાં. મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ તેમણે ચૂંટણી પંચની પારદર્શકતા પર સવાલો ઉઠાવ્યા હતાં
આ પણ વાંચો -Uttarakhand: ત્રણ દિવસ વરસાદનું High Alert! અહીં મુશળધાર વરસાદની આગાહી
ચૂંટણી પંચે આપી સ્પષ્ટતા
ચૂંટણી પંચે અગાઉ જ સ્પષ્ટતા આપી દીધી હતી કે, બિહારમાં 22 વર્ષ બાદ આ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન થઈ રહ્યું છે. જેનો ઉદ્દેશ મતદાર યાદીમાંથી નકલી નામ, મૃતકો અને સ્થળાંતરિત મતદારોનું ડુપ્લિકેશન દૂર કરવાનો છે. સાથે નવા યોગ્ય મતદારોને યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે આ સંપૂર્ણ પ્રક્રિયા નિષ્પક્ષ અને કાયદા હેઠળ થઈ રહી હોવાનો દાવો કર્યો.
આ પણ વાંચો -Robert Vadra વિરૂદ્ધ EDની મોટી કાર્યવાહી, હરિયાણા લેન્ડ ડિલ કેસમાં ચાર્જશીટ દાખલ
અનેક લોકોને મતદાર યાદીમાં દૂર કરાયા
બિહારમાં ચાલી રહેલી SIR પ્રક્રિયામાં અનેક મતદારોના નામ ન હોવાનો આક્ષેપ સ્થાનિકો તેમજ વિપક્ષો કરી રહ્યા છે. મીડિયા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ખાસ કરીને મુસ્લિમ, બંગાળી મૂળ અને શેરશહાબાદી સમુદાયના લોકોના નામ આ યાદીમાંથી ગુમ છે. પૂર્ણિયામાં 400 મુસ્લિમ મતદારોના નામ ગુમ હોવાનો દાવો થઈ રહ્યો છે. આ તમામ લોકોએ 2024માં લોકસભા ચૂંટણીમાં મત આપ્યો હતો. ઉલ્લેખનીય છે, રાજ્યમાં નાગરિકતાના પુરાવાના અભાવે ઘણા મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા છે. આ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ અનેક અરજી કરવામાં આવી છે. જેના પર સુનાવણી ચાલુ છે.


