Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'સામાન્ય લોકોની લૂંટ, કોર્પોરેટ્સને છૂટ!' રાહુલનો કેન્દ્ર સરકાર પર સીધો કટાક્ષ

રાહુલ ગાંધીનો મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર સામાન્ય લોકોની લૂંટ, કોર્પોરેટ્સને છૂટ! કોર્પોરેટ્સને છૂટ, સામાન્ય લોકોની લૂંટ GSTમાં વધારાના વિરોધમાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યો અવાજ મધ્યમ વર્ગ અને ગરીબો પર ટેક્સ બોજનો આક્ષેપ 1500 રૂપિયાથી વધુના કપડાં પર GST વધારાના...
 સામાન્ય લોકોની લૂંટ  કોર્પોરેટ્સને છૂટ   રાહુલનો કેન્દ્ર સરકાર પર સીધો કટાક્ષ
Advertisement
  • રાહુલ ગાંધીનો મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર
  • સામાન્ય લોકોની લૂંટ, કોર્પોરેટ્સને છૂટ!
  • કોર્પોરેટ્સને છૂટ, સામાન્ય લોકોની લૂંટ
  • GSTમાં વધારાના વિરોધમાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યો અવાજ
  • મધ્યમ વર્ગ અને ગરીબો પર ટેક્સ બોજનો આક્ષેપ
  • 1500 રૂપિયાથી વધુના કપડાં પર GST વધારાના પગલાંનો વિરોધ
  • રાહુલ ગાંધીએ GST સ્લેબ વધારાની યોજનાને ઘોર અન્યાય ગણાવ્યો
  • લગ્નની સીઝનમાં GST વધારાથી લોકોને વધુ મોંઘવારીનો દબાણ

Rahul Gandhi : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર (Modi Government) ના નીતિઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે X (પૂર્વે Twitter) પર એક પોસ્ટ દ્વારા ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, મોદી સરકાર સામાન્ય લોકોની લૂંટ ચલાવી રહી છે અને કોર્પોરેટ્સને છૂટ આપી રહી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે, એક તરફ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની વાત થઇ રહી છે તો બીજી તરફ સામાન્ય લોકોને વધુ ટેક્સના બોજ હેઠળ લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.

નવો GST સ્લેબ લાવવાની સરકારની યોજના

રાહુલ ગાંધીએ GST (વસ્તુ અને સેવા કર) કલેક્શનમાં વધારો થતાં સરકાર દ્વારા નવો ટેક્સ સ્લેબ લાવવાની ચર્ચા ઉપર પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, સરકાર 1500 રૂપિયાથી વધુના કપડાં પર GST 12% થી વધારીને 18% કરવાની તૈયારીમાં છે. તેમણે આ નિર્ણયને ગંભીરતાથી ખોટો ગણાવતાં કહ્યું કે લગ્નની સીઝનમાં સામાન્ય લોકો પર આ બોજ વધુ આવશે. આ નિર્ણય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુ ટેક્સના દબાણ હેઠળ લાવશે. રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સરકારના આ નીતિ ઉપર આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મહેનતની કમાણી લૂંટવામાં આવી રહી છે. અબજોપતિઓને મોટાભાગના ટેક્સમાં છૂટ આપી અને તેમની લોન માફ કરાઈ રહી છે, જ્યારે બીજી બાજુ સામાન્ય લોકો માટે GST વધારીને વધુ બોજ લગાવવામાં આવી રહ્યો છે.

Advertisement

Advertisement

આ અન્યાય સામે લડવાની કોંગ્રેસની પ્રતિબદ્ધતા

રાહુલ ગાંધીએ આ અન્યાયને કોંગ્રેસની લડાઈ ગણાવી છે. તેમણે કહ્યું કે, તેઓ સામાન્ય લોકોના હિતમાં આ નિર્ણયનો વિરોધ કરવાના છે. તેમનું માનવું છે કે સરકાર પર દબાણ લાવીને આ લૂંટને રોકવી ખૂબ જ જરૂરી છે. તેમણે એવી પણ દલીલ કરી કે, સરકારી નીતિઓ એવા સમુદાયો માટે ન હોવી જોઈએ જેઓ આ બોજ સહન કરી શકતા નથી. સુત્રોની માનીએ તો રાહુલ ગાંધીએ સામાન્ય લોકો અને મધ્યમ વર્ગના પરિવારોને આ પગલાં સામે અવાજ ઉઠાવવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, આ લૂંટને રોકવા માટે દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવું જરૂરી છે.

આ પણ વાંચો:  મમતાને શિવસેના ઉદ્ધવ જૂથનું સમર્થન, India બ્લોકમાં ખળભળાટ

Tags :
Advertisement

.

×