Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hathras : “સરકાર ન્યાય આપવાને બદલે અત્યાચાર કરી રહી છે!” રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ

રાહુલ ગાંધી ગુરુવારે હાથરસમાં દુષ્કર્મ પીડિતાના પરિવારને મળ્યા હતા. તેમણે પરિવારની હાલત અને સરકારના વચનો અંગે ચર્ચા કરી હતી. મુલાકાત બાદ તેમણે ટ્વીટ કરીને કહ્યું કે પરિવાર ભયમાં જીવી રહ્યો છે અને મુક્તપણે હલનચલન કરી શકતો નથી. તેમણે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો કે પરિવારને ન્યાય આપવાને બદલે તેમની સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.
hathras   “સરકાર ન્યાય આપવાને બદલે અત્યાચાર કરી રહી છે ” રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ
Advertisement
  • રાહુલ ગાંધી હાથરસમાં દુષ્કર્મ પીડિતાના પરિવારને મળ્યા
  • રાહુલે કહ્યું: “ભયમાં જીવી રહ્યો છે પરિવાર!”
  • સરકાર ન્યાય આપવાને બદલે અત્યાચાર કરી રહી છે! : રાહુલ ગાંધી

Rahul Gandhi met the victims of Hathras incident : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે હાથરસમાં દુષ્કર્મ પીડિતાના પરિવારને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પીડિતાના પરિવારની હાલત અને સરકારના વચનો અંગે ચર્ચા કરી હતી. મુલાકાત પછી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું કે, "આખો પરિવાર હજુ પણ ભયમાં જીવી રહ્યો છે. તેઓ મુક્તપણે હલનચલન કરી શકતા નથી અને આજે પણ તેમને બંદૂકો અને કેમેરાની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે." તેઓએ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો કે પરિવારને ન્યાય આપવાને બદલે તેમની સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.

સરકારના વચનો અને પીડિતોના આક્ષેપ

રાહુલ ગાંધી (Rahul Gandhi) ના આક્ષેપો મુજબ, 2020માં થયેલા આ ગંભીર દુષ્કર્મ કેસમાં પીડિતાના પરિવારને સરકાર દ્વારા ન્યાય આપવામાં આવ્યો નથી. પીડિતાના પરિવારના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા મકાન અને નોકરીના જે વચનો આપવામાં આવ્યા હતા તે આજ સુધી પૂરાં થયા નથી. પીડિતાના પરિવારે રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું હતું કે, "અમને ન તો મકાન મળ્યું છે, ન તો નોકરી. 4 વર્ષથી અમે જેલ જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર છીએ." આ પરિવારની હતાશા અને નિરાશા ભાજપ દ્વારા દલિતો પર થઈ રહેલા અત્યાચારની સત્યતા દર્શાવે છે. પરંતુ અમે આ પરિવારને આ રીતે જીવવા માટે મજબૂર નહીં થવા દઈએ. રાહુલ ગાંધીએ પીડિતાના પરિવારને ન્યાય અપાવવા માટે પૂરી તાકાતથી લડત આપવાનું વચન આપ્યું છે.

Advertisement

Advertisement

શું છે હાથરસની ઘટના?

14 સપ્ટેમ્બર, 2020ના રોજ હાથરસના બૂલગઢી ગામમાં 19 વર્ષની દલિત યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. પીડિતાના પરિવારે આરોપ લગાવ્યો કે, ગામના સંદીપ અને તેના સાથીઓએ આ કૃત્ય કર્યું હતું. પીડિતાના ગંભીર હાલતને કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જ્યાં તેની સ્થિતિ વધુ બગડતી હતી. 15 સપ્ટેમ્બરે FIR નોંધાઈ હતી, જેમાં પીડિતાએ સંદીપના નામ સાથે અન્ય 2 આરોપીઓના નામ પણ નોંધાવ્યા હતા. પોલીસે આ મામલાને પ્રારંભમાં પારિવારિક વિવાદ ગણાવ્યો હતો, અને દાવો કર્યો હતો કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. જણાવી દઇએ કે, પીડિતાના નિવેદન પછી મુદ્દો વધુ ગંભીર બન્યો હતો. મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઘટનાના 5 દિવસ બાદ 19 સપ્ટેમ્બરે પીડિતાએ નિવેદન આપ્યું કે સંદીપની સાથે અન્ય બે છોકરાઓ પણ હતા અને તેની સાથે છેડતી કરવામાં આવી હતી અને તેની જીભ કાપી નાખવામાં આવી હતી.

આ પણ વાં'ચો:  એન્જિનિયર અતુલ સુભાષના સુસાઈડ પર કંગનાએ કહ્યું- 99 ટકા પુરુષો..!

Tags :
Advertisement

.

×