હું સાઈન કરીશ નહીં, આ ECનો જ ડેટા છે.. રાહુલ ગાંધીએ કહ્યું- ગેરમાર્ગે દોરી રહ્યું છે ચૂંટણી પંચ
- હું સાઈન કરીશ નહીં, આ ECનો જ ડેટા છે.. રાહુલ ગાંધીએ કહ્યું- ગેરમાર્ગે દોરી રહ્યું છે ચૂંટણી પંચ
- ચૂંટણી પંચની ઓફિસે જતાં સાંસદોને પોલીસે કસ્ટડીમાં લીધા
- રાહુલ ગાંધીએ એક વખત ફરીથી ચૂંટણી પંચ સામે વોટ ચોરીનો લગાવ્યો આરોપ
- રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસનો આપ્યો જવાબ, કહ્યું- ચૂંટણી પંચનો જ ડેટા છે, તે મારો ડેટા નથી
વિપક્ષી સાંસદોએ સોમવારે બિહારમાં મતદાતા યાદી સંશોધન (SIR) અને કથિત વોટ ચોરી વિરૂદ્ધ સંસદથી ચૂંટણી પંચ સુધી રેલી કાઢી હતી. પરંતુ પોલીસે વચ્ચે રોકીને બધાને કસ્ટડીમાં લઈ લીધા હતા. આ માર્ચમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સાંસદ સામેલ હતા.
ચૂંટણી પંચનો ડેટા ફાટશે
માર્ચ દરમિયાન મીડિયોએ રાહુલ ગાંધીને પૂછ્યું કે ચૂંટણી પંચે તમને નોટિસનો જવાબ આપવાનું કહ્યું છે અને તમે જવાબ આપી રહ્યાં નથી. રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું કે, આ ચૂંટણી પંચનો ડેટા છે, મારો ડેટા નથી, જો હું સાઈન કરીશ. અમે તેમને જ આપ્યો છે, તમે તમારી વેબસાઈટ પર નાંખી દો, બધાને ખ્યાલ આવી જશે. આ માત્ર બેંગ્લોરમાં જ નહીં, દેશના અલગ-અલગ મતવિસ્તાર ક્ષેત્રોમાં આવું જ થયું છે. ચૂંટણી પંચ જાણે છે કે, તેનો ડેટા ફાટશે, તેથી તેને કંટ્રોલ અને છૂપાવવાની કોશિશ કરી રહ્યું છે.
આ પણ વાંચો-લોકસભામાં 285 સુધારા સાથે નવું Income Tax Bill 2025 પસાર, કરદાતાને થશે સીધી અસર
ચૂંટણી પંચે મોકલી નોટિસ
અસલમાં કર્ણાટકની વોટર લિસ્ટમાં ગડબડીના રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. પંચે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું છે કે, તેમને મતદાતાઓના નામ, એડ્રેસ અને ઓળખમાં ધાંધલીના જે આરોપ લગાવ્યા છે, તેના પૂરાવા રજૂ કરે અને શપથ પત્ર પર હસ્તાક્ષર કરીને આપે. જો તેઓ આવું કરતાં નથી તો પોતાના નિવેદન પરત લઈ લે અને જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દે.
વિપક્ષી સાંસદોની રેલી
સંસદ માર્ગ પર પીટીઆઈ બિલ્ડીંગ પાસે પોલીસે બેરિકેડ લગાવીને રસ્તો રોકી દીધો હતો. તે પછી અનેક સાંસદ રોડ પર બેસીને નારાઓ લગાવવા લાગ્યા હતા. ટીએમસીની મહુઆ મોઈત્રા, કોંગ્રેસના સંજના જાટવ અને જોઠિમણિ સહિત અનેક મહિલાઓ સાંસદ બેરિકેટ પર ચડીને ચૂંટણી પંચ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. પોલીસે બધાને બસોમાં બેસાડીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં પાછળથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો-વોટ ચોરીના વિવાદ વચ્ચે કોંગ્રેસ મંત્રીનું રાજીનામું, રાહુલ ગાંધી પર લગાવ્યા ગંભીર આરોપો


