Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવા પર સરકાર પાસે માંગ્યો જવાબ, BJPએ કર્યો વળતો પ્રહાર

ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, આ યુદ્ધ દરમિયાન પાંચ ફાઈટર વિમાન તોડી પાડવામાં આવ્યા હતા
રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવા પર સરકાર પાસે માંગ્યો જવાબ  bjpએ કર્યો વળતો પ્રહાર
Advertisement
  • રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવાઓ પર સરકાર પાસે માંગ્યો જવાબ, BJPએ કર્યો વળતો પ્રહાર

નવી દિલ્હી: ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલી આતંકી ઘટનાનો બદલો પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરીને લીધો હતો. બંને દેશો વચ્ચે 10 મેએ સિઝફાયર થયો હતો. દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે સિઝફાયર કરાવ્યું હતું.

તે પછી ટ્રમ્પે અનેક વખત પોતાના દાવાઓ કરતાં રહ્યા છે કે અમેરિકાના કારણે પાકિસ્તાન અને ભારત વચ્ચે સિઝફાયર થયું. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, આ યુદ્ધ દરમિયાન પાંચ ફાઈટર વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, ટ્રમ્પે તે સ્પષ્ટ કર્યું નથી કે ક્યા દેશના ફાઈટર વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા.

Advertisement

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પૂછ્યા પ્રશ્ન

Advertisement

કોંગ્રેસ સાંસદ અને નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછ્યો છે. રાહુલે પૂછ્યું કે, મોદી જી, પાંચ ફાઇટરોનું સત્ય શું છે દેશને જાણવાનો અધિકાર છે.

જણાવી દઈએ કે, પાકિસ્તાને પણ અનેક વખત દાવાઓ કર્યા છે કે, આ યુદ્ધ દરમિયાન તેને ભારતના ફાઈટર વિમાનોને તોડી પાડ્યા છે. જોકે, ભારતે તેના દાવાઓને હંમેશા ફગાવી દીધા છે.

બીજેપીનો રાહુલ ઉપર વળતો પ્રહાર

ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના રાષ્ટ્રીય સંયોજક અમિત માલવીયાએ રાહુલ ગાંધી પર વડાપ્રધાન મોદીને ફાઈટર વિમાનને નુકશાન પહોંચાડવાના પ્રશ્ન પર હુમલો કર્યો છે.

માલવીયાએ એક્સ પર પોસ્ટ કર્યું કે, રાહુલ ગાંધીની માનસિકતા એક દેશદ્રોહીની છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં ન તો ભારતનું નામ લીધું, ન તેવું કહ્યું કે તે પાંચ વિમાન ભારતના હતા. તો પછી કોંગ્રેસ યુવરાજે વિમાન ભારતના જ કેમ માની લીધા? પાકિસ્તાનના કેમ નહી? શું તેમને પોતાના દેશ કરતાં વધારે સહાનુભૂતિ પાકિસ્તાન સાથે છે? સત્ય તે છે કે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન હજું સુધી બહાર આવી શક્યું નથી... પરંતુ દુ:ખ રાહુલ ગાંધીને થઈ રહ્યું છે. જ્યારે પણ દેશની સેના દુશ્મનને સબક શિખવાડે છે ત્યારે કોંગ્રેસને મરચી લાગે છે. ભારત વિરોધ હવે કોંગ્રેસની આદત નહીં ઓળખ બની ગઈ છે. રાહુલ ગાંધી જણાવો- શું તેઓ ભારતીય છેકે પાકિસ્તાની પ્રવક્તા?

ભારતના સીડીએસે પાકિસ્તાનના દાવા પર શું કહ્યું હતું?

મે મહિનામાં બ્લૂમબર્ગ ટીવી પર આપેલા એક ઇન્ટરવ્યુંમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાનના સૈન્ય સંઘર્ષ દરમિયાન છ વિમાનોને નુકશાન પહોંચવાના પાકિસ્તાનના દાવાને પાયા વિહોણો ગણાવીને ફગાવી દીધો હતો.

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને કેટલું નુકશાન થયું?

ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું. નિયંત્રણ રેખા પર ગોળીબાર દરમિયાન ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. IAF હવાઈ હુમલામાં IC-814 હાઇજેકર્સ અને પુલવામા હુમલાના ષંડયંત્રકારી સહિત 100 થી વધુ આતંકવાદીઓને અસરકારક રીતે ઠાર કરવામાં આવ્યા હોવાો દાવો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની વાયુસેનાના લગભગ 20 ટકા માળખાકીય સુવિધાઓનો નાશ કરવામાં આવ્યો. રહીમ યાર ખાન, ભોલારી, સરગોધા, મુશફ, સુક્કુર, જેકોબાબાદ, નૂર ખાન જેવા મુખ્ય એરબેઝને ભારે નુકસાન થયું. ઘણા આતંકવાદી ઠેકાણાઓનો પણ નાશ કરવામાં આવ્યો.

આ પણ વાંચો- ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પનો નરોવા-કુંજરોવા: ‘પાંચ ફાઇટર વિમાનો તોડી પાડવામાં આવ્યા’

Tags :
Advertisement

.

×