ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું, પૂછ્યા આ 3 સવાલ

પહેલગામ હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને ધુળ ચટાવી. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ PM મોદીને 3 પ્રશ્નો પૂછ્યા.
07:29 AM May 23, 2025 IST | MIHIR PARMAR
પહેલગામ હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને ધુળ ચટાવી. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ PM મોદીને 3 પ્રશ્નો પૂછ્યા.
Rahul Gandhi targets PM Modi gujarat first

Modi Vs Rahul: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે PM મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે PM મોદીના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તેમને 3 પ્રશ્નો પૂછ્યા. તેમણે એમ પણ કહ્યું કે, PM મોદી, ખોખલા ભાષણ આપવાનું બંધ કરી દે.

રાહુલ ગાંધીએ પૂછ્યા આ 3 સવાલ

રાયબરેલીના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને PM નરેન્દ્ર મોદીને પ્રશ્નો પૂછ્યા. તેમણે PM ને પૂછ્યું કે તેઓ ફક્ત એટલુ કહે - તમે આતંકવાદ પર પાકિસ્તાનની વાત પર ભરોસો કેમ કર્યો? ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝૂકીને તમે ભારતના હિતોનું બલિદાન કેમ આપ્યું? તમારું લોહી ફક્ત કેમેરા સામે જ કેમ ઉકળે છે? તેમણે વધુમાં કહ્યું કે તમે ભારતના સન્માન સાથે સોદો કર્યો છે.

આ પણ વાંચો :  CBI : પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સામે CBIની સખ્ત કાર્યવાહી, ભ્રષ્ટાચાર મામલે ચાર્જશીટ દાખલ કરી

રાહુલ ગાંધીએ PMનો વીડિયો શેર કર્યો

રાહુલ ગાંધીએ શેર કરેલા વીડિયોમાં PM મોદી કહી રહ્યા છે કે પાકિસ્તાન તરફથી જ્યારે કહેવામાં આવ્યુ કે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કે સૈન્ય હિંમત નહીં બતાવે. તો તેના પર ભારતે પણ વિચાર કર્યો.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. પાકિસ્તાને નાપાક હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતે તેના ડ્રોન અને મિસાઈલોને આકાશમાં જ તોડી પાડ્યા. ચારે બાજુથી ઘેરાયા બાદ પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું.   '

આ પણ વાંચો :  J-K :કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ,એક જવાન શહીદ,બે આતંકી ઠાર

Tags :
Gujarat FirstIndia Pakistan TensionsIndia Strikes Backlok-sabhaMihir Parmarmodi vs rahulnational securityOperation Sindoorpahalgam attackpm modirahul-gandhiterrorism
Next Article