Rahul Gandhi : દેશને મધ્યયુગમાં ધકેલવામાં આવી રહ્યો છે, અમિત શાહે રજૂ કરેલ બિલ પર રાહુલની પ્રતિક્રિયા
- Rahul Gandhi ના ભાજપ અને અમિત શાહ પર આકરા વાકપ્રહાર
- દેશને મધ્યયુગમાં ધકેલવામાં આવી રહ્યો છે - Rahul Gandhi
- અમિત શાહે રજૂ કરેલ બિલ પર રાહુલ ગાંધીની તીખી પ્રતિક્રિયા
- સંસદમાં આપણે વિપક્ષના અવાજને દબાવવાનું વધતું વલણ જોયું છે - ખડગે
Rahul Gandhi : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં 130 મુ સંવિધાન સુધારણા બિલ (130th Constitutional Amendment Bill) રજૂ કર્યુ. આ બિલ અનુસાર વડાપ્રધાન, મુખ્યમંત્રીથી લઈને જાહેર જનપ્રતિનિધિઓ પોતાનું પદ ગુમાવી શકે છે. રાજકારણમાં ગુનાખોરી રોકવાની દિશામાં સરકારનું આ પગલું ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. જો કે આ બિલ પર વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી છે.
દેશ મધ્યયુગમાં પરત જઈ રહ્યો છે - Rahul Gandhi
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશને મધ્યયુગમાં પાછો ધકેલવામાં આવી રહ્યો છે. જે યુગમાં રાજા પોતાની નાપસંદ વ્યક્તિને ધરપકડ કરાવી શકતા હતા. તેમણે નવા બિલોની ટીકા કરી જેમાં ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરાયેલા વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને હટાવવાની અને સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવાની જોગવાઈ છે. જેને ગૃહે સંસદની સંયુક્ત સમિતિને વિચારણા માટે મોકલવાનો નિર્ણય લીધો હતો. આ નિવેદન રાહુલ ગાંધીએ વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીનું સન્માન કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં આપ્યું હતું.
Rahul Gandhi Gujarat First-21-08-2025
આ પણ વાંચોઃ Parliament : રાજનીતિમાં અપરાધ રોકવાની દિશામાં મોટું પગલું
મલ્લિકાર્જુન ખડગેએ પણ વાકપ્રહાર કર્યા
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ BJP પર બિહારમાં મહારાષ્ટ્રની જેમ કરેલ મત ચોરીનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે, આગામી ચૂંટણીઓમાં આવા પ્રયાસો નિષ્ફળ જશે. સંવિધાન સદન (જૂની સંસદ) ના સેન્ટ્રલ હોલમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ કહ્યું કે, સંસદીય લોકશાહી અને સંઘવાદના મૂળ મૂલ્યોને નબળા પાડતો બંધારણ સુધારો બિલ સત્રના અંતે કપટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે જેનાથી અર્થપૂર્ણ ચર્ચા કે સમીક્ષા માટે કોઈ અવકાશ નથી. છેલ્લા 11 વર્ષોમાં, આપણે વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે ED, આવકવેરા અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) જેવી સ્વાયત્ત એજન્સીઓને કઠોર સત્તાઓથી સજ્જ કરવા માટે સંસદીય બહુમતીનો ઘોર દુરુપયોગ જોયો છે.
There's a lot of noise on the new bill the BJP is proposing.
We are going back to medieval times when the king could just remove anybody at his will, or if he didn't like someone's face, he could get the ED to get them arrested, and a democratically elected person can be thrown… pic.twitter.com/kXifTMoqJ0
— Congress (@INCIndia) August 20, 2025
સંસદ શાસક પક્ષની વિચારધારાને આગળ વધારવાનું સાધન બની ગઈ છે - ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, હવે આ નવા બિલ રાજ્યોમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારોને વધુ નબળી અને અસ્થિર બનાવવા માટે શાસક પક્ષના હાથમાં એક સાધન બનવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું, સંસદમાં આપણે વિપક્ષના અવાજને દબાવવાનું વધતું વલણ જોયું છે. ગૃહમાં લોકો સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવાની અમને વારંવાર તક આપવામાં આવતી નથી. કોંગ્રેસ વડાએ એવો પણ આરોપ લગાવ્યો કે સંસદ શાસક પક્ષની વિચારધારાને આગળ વધારવાનું સાધન બની ગઈ છે, જ્યાં હોબાળા વચ્ચે અનેક મહત્વપૂર્ણ બિલ પસાર થઈ રહ્યા છે.
Rahul Gandhi Gujarat First-21-08-2025--
આ પણ વાંચોઃ ભારતીય સેના બનશે વધુ શક્તિશાળી,અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ!


