Rahul Gandhi આજે બિહારમાં મતદાર અધિકાર યાત્રા શરુ કરશે
- Rahul Gandhi આજે બિહારમાં મતદાર અધિકાર યાત્રા શરુ કરશે
- મતદાર અધિકાર યાત્રામાં ઈન્ડિયા બ્લોકના તમામ પક્ષો ભાગ લેશે
- કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા દ્વારા મતદાર અધિકાર યાત્રાની જાહેરાત કરવામાં આવી છે
Bihar : લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બિહારમાં SIR પ્રક્રિયા અને 'મત ચોરી'ના વિરોધમાં 17 ઓગસ્ટથી બિહારના સાસારામથી 'મતદાર અધિકાર યાત્રા' (Matdar Adhikar Yatra) શરૂ કરશે. વરિષ્ઠ RJD નેતા તેજસ્વી યાદવ (Tejasvi Yadav) સહિત ઈન્ડિયા બ્લોકના તમામ નેતાઓ આ યાત્રામાં ભાગ લેશે.
16 દિવસમાં 1300 કિલોમીટરનું અંતર કાપશે Rahul Gandhi
ઈન્દિરા ભવન ખાતે કોંગ્રેસના મુખ્યાલયમાં આ માહિતી આપતા કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેરા (Pavan Khera) એ યાત્રાનો વિગતવાર રોડમેપ રજૂ કર્યો. તેમણે કહ્યું કે આ યાત્રા 17 ઓગસ્ટે બિહારના સાસારામથી શરૂ થશે અને 16 દિવસમાં 1300 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ઉપરાંત ઈન્ડિયા બ્લોકના તમામ પક્ષના નેતાઓ પણ ભાગ લેશે.
Tejasavi Yadav Gujarat First-17-08-2025-
આ પણ વાંચોઃ Mumbai airport પર મોટી દુર્ઘટના ટળી, ઇન્ડિગો વિમાનનો પાછળનો ભાગ રન-વે સાથે અથડાયો
'મતદાર અધિકાર યાત્રા'નો રોડમેપ
કોંગ્રેસના પ્રવક્તા Pavan Khera એ મતદાર અધિકાર યાત્રા વિશે જણાવ્યું કે, આ યાત્રા 17 ઓગસ્ટના રોજ સાસારામ, રોહતાસ પહોંચશે. 18 ઓગસ્ટના રોજ દેવ રોડ, અંબા-કુંડુમ્બા, 19 ઓગસ્ટના રોજ હનુમાન મંદિર, પૂનમ, વજીરગંજ, 21 ઓગસ્ટના રોજ ટીન મોહની દુર્ગા મંદિર, શેખપુરા, 22 ઓગસ્ટના રોજ ચંદ્ર બાગ ચોક, મુંગેર, 23 ઓગસ્ટના રોજ કુરસેલા ચોક, બરારી, કટિહાર; 24 ઓગસ્ટે ખુશકીબાગ, કટિહારથી પૂર્ણિયા, 26 ઓગસ્ટના રોજ હુસૈન ચોક, સુપૌલ, 27 ઓગસ્ટના રોજ ગંગવારા મહાવીર સ્થાન, દરભંગા, 28 ઓગસ્ટના રોજ રીગા રોડ, સીતામઢી, 29 ઓગસ્ટના રોજ હરિવાટિકા ગાંધી ચોક, બેતિયા, 30 ઓગસ્ટના રોજ એકમા ચોક, એકમા વિધાનસભા, છાપરા ખાતે યોજાશે. 1 સપ્ટેમ્બરના રોજ પટનામાં એક વિશાળ રેલી સાથે તેનું સમાપન થશે. 20, 25 અને 31 ઓગસ્ટના રોજ યાત્રાનો વિરામ રહેશે. Rahul Gandhi કુલ 16 દિવસમાં 1300 કિલોમીટરનું અંતર કાપશે.
આ પણ વાંચોઃ Janmashtami : દિલ્હીમાં જન્માષ્ટમીની સુરક્ષા વ્યવસ્થામાં ઘોર બેદરકારી, 8 પોલીસ કર્મી સસ્પેન્ડ