Weather: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વરસાદની આગાહી, જાણો હવામાનની જાણકારી
Weather: ભારતભરમાં અત્યારે મોસમની હાલતમાં થોડો સુધાર આવ્યો છે. જોકે છતાં પણ દેશમાં ક્યાંક તાપ, ક્યાંક વરસાદ તો ક્યાંક બરફ વર્ષા થઈ રહીં છે. ઉલ્લેખનીય છે કે, રાત્રીના સમયે અત્યારે પણ ઠંઠી પડી રહીં છે. આ બાબતે હવામાન વિભાગે જણાવ્યું કે, 26 અને 24 ફેબ્રુઆરીએ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે.
ચક્રવાતી હવાનું વાતાવરણ જોવા મળતા વરસાદ થશે
વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ઉત્તર પાકિસ્તાન પર ચક્રવાતી પરિભ્રમણ તરીકે જોવામાં આવે છે. આ સાથે સાથે રાજસ્થાનના મધ્ય ભાગો અને તેની આસપાસના વિભાગમાં પણ ચક્રવાતી હવાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યાં જો મરાઠવાડા અને તેની આસપાસના વિસ્તારોની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અહીં પણ ચક્રવાતી હવોનું ક્ષેત્ર બનેલું છે.
દિલ્હીમાં પણ વરસાદ થવાની સંભાવના
દિલ્હીને લઈને હવામના વિભાગે જાણકારી આપી હતી કે, 26 ફેબ્રુઆરીએ રાત્રે આછો વરસાદ થવાની સંભાવના છે. જ્યાં, 27 ફેબ્રુઆરીએ હવામાન સાફ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યાર બાદ 1 અને 2 માર્ચે દિલ્હીમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાની આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન 9 થી 13 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. તે જ સમયે, મહત્તમ તાપમાન 26 થી 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે.
અરુણાચલમાં મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા
આ સાથે હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે દેશના કેટલાક અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની છે.
આ પણ વાંચો: Farmer: ખેડૂતોનું આંદોલન યથાવત, ટ્રેક્ટર માર્ચને કારણે યમુના એક્સપ્રેસ વે પર એલર્ટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


