Himachal માં વરસાદનો કહેર યથાવત,ઐતિહાસિક મંદિરનો એક ભાગ ડૂબ્યો
- હિમાચલ પ્રદેશ હાલમાં ભારે વરસાનો કહેર (Himachal Flood)
- વરસાદે આખા રાજ્યમાં તબાહી મચાવી
- 4 જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર
- ઐતિહાસિક મંદિરનો એક ભાગ ડૂબી ગયો
Himachal Flood : હિમાચલ પ્રદેશ હાલમાં ભારે વરસાદ (Himachal Flood) નો સામનો કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદે આખા રાજ્યમાં તબાહી મચાવી છે. મંડી, કાંગડા, ચંબા અને કુલ્લુ જેવા જિલ્લાઓમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. ખાસ કરીને મંડીમાં બિયાસ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઐતિહાસિક મંદિરનો એક ભાગ ડૂબી ગયો (Himachal Flood)
મંડીમાં બિયાસ નદીના કિનારે આવેલું ઐતિહાસિક પંજવક્તર મહાદેવ મંદિરનો મોટો ભાગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ મંદિર ખૂબ જૂનું છે અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પરંતુ ભારે વરસાદ અને પૂરના કારણે મંદિરનો મુખ્ય ભાગ હવે પાણીમાં ડૂબી ગયો છે. માહિતી અનુસાર, આ મંદિર લગભગ 300 વર્ષ જૂનું છે.
#WATCH | Mandi, Himachal Pradesh | Drone visuals of the Beas River. The water level is on the rise due to incessant rainfall.
The IMD has issued a Red Alert for Chamba, Kangra and Mandi for two days pic.twitter.com/LxRNfEGNz1
— ANI (@ANI) August 26, 2025
IMD દ્વારા એલર્ટ જાહેર
ભારત હવામાન વિભાગ (IMD)એ મંડી, કાંગડા અને ચંબા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાક આ વિસ્તારો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને અહીં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ નદી-નાળા પાસે ન જાય અને બિનજરૂરી મુસાફરી ટાળે.
આ પણ વાંચો -NCRB Report : દેશમાં દહેજના કારણે હજારો મહિલાની હત્યા, આંકડો જોઈ ચોંકી જશો
રસ્તાઓ અને વીજળી-પાણી પુરવઠો ખોરવાયો
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અનુસાર, બે રાષ્ટ્રીય રાજમાર્ગો સહિત લગભગ 795 રસ્તાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો પણ ઠપ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 956 વીજ ટ્રાન્સફોર્મર અને 517 પીવાના પાણીની યોજનાઓને અસર થઈ છે.
આ પણ વાંચો -Himachal Pradesh માં ભારે વરસાદે તારાજી સર્જી, અનેક જિલ્લામાં રેડ એલર્ટ
સ્કૂલ-કોલેજ બંધ, NDRFની ટીમ તૈનાત
મંડી,કાંગડા,ચંબા,બિલાસપુર અને કુલ્લુ જિલ્લાઓમાં જિલ્લા પ્રશાસને ઘણી જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.


