ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra : રાજ ઠાકરેનો આરોપ!, 'મુશ્કેલ સમયે યાદ કરે છે પરંતુ મત આપવાનું ભૂલી જાવ છે...'

Maharashtra ની જનતા પર રાજ ઠાકરેનો આરોપ સમસ્યા હોય ત્યારે પાર્ટી અને મત આપવાનો હોય ત્યારે અવગણના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગુસ્સો ઠાલવ્યો મહારાષ્ટ્ર (Maharashtra) નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ બુધવારે કહ્યું કે જ્યારે લોકો કોઈ સમસ્યાનું...
12:35 PM Jan 03, 2025 IST | Dhruv Parmar
Maharashtra ની જનતા પર રાજ ઠાકરેનો આરોપ સમસ્યા હોય ત્યારે પાર્ટી અને મત આપવાનો હોય ત્યારે અવગણના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગુસ્સો ઠાલવ્યો મહારાષ્ટ્ર (Maharashtra) નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ બુધવારે કહ્યું કે જ્યારે લોકો કોઈ સમસ્યાનું...

મહારાષ્ટ્ર (Maharashtra) નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ બુધવારે કહ્યું કે જ્યારે લોકો કોઈ સમસ્યાનું સમાધાન ઈચ્છે છે, ત્યારે તેઓ તેમની પાર્ટીમાં આવે છે, પરંતુ ચૂંટણીના દિવસે તેની અવગણના કરે છે.

રાજ ઠાકરે ગુસ્સે થઈ ગયા...

નવા વર્ષ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક સંદેશમાં, ઠાકરેએ પક્ષના કાર્યકરોને ચૂંટણી પરિણામો પાછળ છોડીને આગળ વધવાની અપીલ કરી અને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં તેમની સાથે વાત કરશે અને ભવિષ્યની કાર્યવાહી અંગે વ્યાપક માર્ગદર્શિકા આપશે. " તેમણે કહ્યું, કેટલીક વસ્તુઓ બદલાઈ નથી... લોકો દરેક સમસ્યાના ઉકેલ માટે મહારાષ્ટ્ર (Maharashtra) નવનિર્માણ સેનાને યાદ કરે છે, પરંતુ મતદાન કરતી વખતે તેની અવગણના કરે છે."

આ પણ વાંચો : Maharashtra : સોલાપુરમાં વંદે ભારત ટ્રેન પર હુમલો, મુસાફરોમાં ભયનો માહોલ, ટ્રેનના કાચ તોડ્યા...

MNS એક પણ સીટ જીતી શકી નથી...

20 નવેમ્બરે યોજાયેલી મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાની ચૂંટણીમાં, MNS એ 288 વિધાનસભા બેઠકોમાંથી 125 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ તેને એક પણ બેઠક મળી ન હતી. રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પણ મુંબઈના માહિમથી હારી ગયા હતા. ઠાકરેએ એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણી પરિણામોના થોડા અઠવાડિયા પછી રાજ્યમાં મરાઠી ભાષીઓની 'સતામણ' શરૂ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, લોકોને MNS આ બાબતોમાં પગલાં લેવાની અપેક્ષા હતી અને તેણે તેમ કર્યું. MNS વડાએ કહ્યું કે, તે સ્પષ્ટ થઈ ગયું છે કે 'મરાઠી માનુસ'નો ઉપયોગ માત્ર વોટ માટે થઈ રહ્યો છે.

આ પણ વાંચો : RSS નો દાવો, ગાંધી અને આંબેડકરએ પણ શાખામાં હાજરી આપી હતી...

Tags :
Amit ThackerayDhruv ParmarGuajrat First NewsGuajrati NewsIndiaMaharashtra Assembly ElectionsMaharashtra Elections 2025maharashtra politicsMNSMUMBAINationalraj thackeray
Next Article