Raja Raghuwanshi case :સોનમ સહિત તમામ આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર
- રાજા હત્યા મામલો શિલોંગની એક કોર્ટેનો મોટો નિર્ણય
- કોર્ટે 8 દિવસની પોલીસ કસ્ટડી મોકલી અપાયા
- હવે અનેક ચોંકાવનારા ખુલાસા થશે
Raja Raghuvanshi : શિલોંગની એક કોર્ટે બુધવારે (11 જૂન, 2025) સોનમ રઘુવંશી અને તેના ચાર સાથીઓને પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયા છે. સોનમ રઘુવંશી અને રાજા રઘુવંશી મેઘાલયમાં હનીમૂન મનાવવા માટે ગયા હતા. દરમિયાન તેમના પતિ રાજા રઘુવંશીની હત્યા કરવાનો આરોપ હતો. 8 દિવસની પોલીસ કસ્ટડીમાં (police remand)મોકલવામાં આવતા હવે અનેક ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે.
શિલોંગ લઇ જવાયા હતા આરોપી
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સોનમને મંગળવારે (10 જૂન, 2025) મધ્યરાત્રિએ શિલોંગ લાવવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપી બુધવારે (11 જૂન, 2025) ટ્રાન્ઝિટ રિમાન્ડ પર આવ્યા હતા. પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના એસપી વિવેક સયામે જણાવ્યું હતું કે, "પોલીસે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 8 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી."
રાજા રઘુવંશીનો મૃતદેહ 2 જૂને મળી આવ્યો હતો
સોનમ રઘુવંશીની ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રાજાની હત્યાનું કાવતરું ઘડવા બદલ તેના સાથીઓની મધ્ય પ્રદેશના ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે રાજા અને તેની પત્ની સોનમ 23 મેના રોજ મેઘાલયના સોહરા વિસ્તારમાં તેમના હનીમૂન દરમિયાન ગુમ થયા હતા.આ પછી 2 જૂને રાજાનો મૃતદેહ ખાડામાંથી મળી આવ્યો હતો.
આ પણ વાંચો -VIDEO:અમરનાથ જતા BSF જવાનોને 'ગંદકીવાળી' ટ્રેન ફાળવાતા વિવાદ, 4 રેલવે અધિકારી સસ્પેન્ડ
અમે રાજાના પરિવાર સાથે છીએ: ગોવિંદ
આ હત્યાના માસ્ટરમાઇન્ડ, સોનમના ભાઈ ગોવિંદે બુધવારે મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે તે રાજાના પરિવાર સાથે છે. જો તેની બહેન દોષિત હોય, તો તેને ફાંસી આપવી જોઈએ. પરિવારે સોનમ સાથે પણ સંબંધ તોડી નાખ્યા છે. તેને સજા મળે તે માટે અમે રાજાના પરિવાર વતી કાનૂની લડાઈ લડીશું. ગોવિંદ ઇન્દોરમાં રાજા રઘુવંશીના ઘરે પહોંચ્યો. અહીં તે તેની માતાને ગળે લગાવીને રડ્યો.
આ પણ વાંચો -Yashaswi Solanki ADC : રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા ADC બની નૌસેનાની યશસ્વી સોલંકી
રાજ સોનમને 'દીદી' કહેતો હતો
ગોવિંદ રઘુવંશીએ કહ્યું, હું સત્ય સાથે છું. રાજાના પરિવારે પોતાનો પુત્ર ગુમાવ્યો છે. મેં પરિવારની માફી માંગી છે. મારા પરિવારે સોનમ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે. હું મારી જાતને રાજાના પરિવારનો સભ્ય માનું છું અને તેના હત્યારાઓને સજા અપાવવા માટે કાનૂની લડાઈ લડીશ. દરમિયાન, ગોવિંદે સોનમ અને રાજ વચ્ચેના પ્રેમ સંબંધને નકારી કાઢ્યો અને કહ્યું કે રાજ સોનમને 'દીદી' કહેતો હતો. સોનમે મારા ઘરે અમને સાથે બેસાડીને મને અને રાજને રાખડી બાંધી હતી.
રાજ અમારી સાથે કામ કરતો હતો
ગોવિંદે કહ્યું કે રાજ અમારી સાથે કામ કરતો હતો. તે બે-ત્રણ વર્ષથી અમારી ઓફિસમાં કામ કરતો હતો. કેસના અન્ય ત્રણ આરોપીઓ, વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીના રાજ કુશવાહા સાથે જૂના સંબંધો છે. મને ખબર નથી કે સોનમે રાજા હત્યા કેસમાં પોતાનો ગુનો કબૂલ કર્યો છે કે નહીં. પરંતુ, જે પુરાવા બહાર આવી રહ્યા છે, તે 100 ટકા સ્પષ્ટ છે કે તેણે ગુનો કર્યો છે.