Rajasthan : દૌસામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત, ખાટુશ્યામ તીર્થથી પરત ફરતા કાળ ભરખી ગયો
- Rajasthan ના દૌસામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત
- અકસ્માતમાં 3 મહિલા સહિત 7 બાળકોના મૃત્યુથી ચકચાર મચી
- ખાટુશ્યામ (Khatushyam) તીર્થથી પરત ફરતા અકસ્માત થયો હતો
Rajasthan : દૌસા જિલ્લામાં બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. દૌસા-મનોહપુર રોડ (Dausa-Manohpur road) પર બાપી નજીક કન્ટેનર અને પેસેન્જર પિકઅપ વચ્ચે થયેલ જોરદાર ટક્કરમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ અકસ્માતમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ અને 7 બાળકોનો સમાવેશ થાય છે. પિકઅપમાં સવાર લોકો ખાટુશ્યામજી (Khatushyam) ના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત થયો હતો.
જિલ્લા કલેક્ટરે આપ્યું નિવેદન
દૌસા જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમાર (Devendra Kumar) એ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે પ્રાથમિક અહેવાલો અનુસાર બાપી નજીક અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. 9 લોકોને સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે અને 3 જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માત પેસેન્જર પિકઅપ અને ટ્રેલર ટ્રક વચ્ચે થયો છે.
#WATCH | Rajasthan | Dausa District Collector Devendra Kumar says, "According to initial reports, 10 people have died in an accident near Bapi. 9 people have been referred for treatment and 3 are being treated in the District Hospital... The accident occurred between a passenger… pic.twitter.com/TAiXgdxIbx
— ANI (@ANI) August 13, 2025
આ પણ વાંચોઃ BJP ના તમામ સાંસદોને 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં હાજર રહેવા આદેશ!
Rajasthan ના દૌસા જિલ્લામાં ચકચાર મચી ગઈ
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા. ગંભીર રીતે ઘાયલોને જયપુર અને અન્ય મુખ્ય તબીબી કેન્દ્રોમાં રિફર કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારજનોનો સંપર્ક કર્યો છે અને તેમને નાણાકીય સહાય અને જરૂરી મદદની ખાતરી આપી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે પિકઅપનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘણા મુસાફરો વાહનમાં ફસાઈ ગયા હતા, જેમને ઘણી મહેનત પછી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત બાદ રસ્તા પર લાંબો જામ હતો, જેને પોલીસે ઘણી મહેનત પછી ખોલાવ્યો હતો.
આ પણ વાંચોઃ Delhi Dogs: શ્વાન અંગે સુપ્રીમ કોર્ટ પરિસર માટે નવો સર્ક્યુલર જાહેર


