ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajasthan Accident:જીપ અને કાર વચ્ચે ટક્કર,એક જ પરિવારના 5 સભ્યોના મોત

રાજસ્થાનના બાલોતરામાં માર્ગ અકસ્માત બોલેરો અને કાર વચ્ચે જોરદાર ટક્કર અકસ્માતમાં 5 લોકોના મોત, 8 ઘાયલ   Rajasthan Accident:રાજસ્થાનના બાલોતરામાં એક દર્દનાક ઘટના બની છે જેમાં એક કાર અને જીપ વચ્ચે જોરદાર (Rajasthan Accident) ટક્કર થઈ હતી. આ ટક્કરમાં...
08:29 AM Feb 04, 2025 IST | Hiren Dave
રાજસ્થાનના બાલોતરામાં માર્ગ અકસ્માત બોલેરો અને કાર વચ્ચે જોરદાર ટક્કર અકસ્માતમાં 5 લોકોના મોત, 8 ઘાયલ   Rajasthan Accident:રાજસ્થાનના બાલોતરામાં એક દર્દનાક ઘટના બની છે જેમાં એક કાર અને જીપ વચ્ચે જોરદાર (Rajasthan Accident) ટક્કર થઈ હતી. આ ટક્કરમાં...
Rajasthan accident

 

Rajasthan Accident:રાજસ્થાનના બાલોતરામાં એક દર્દનાક ઘટના બની છે જેમાં એક કાર અને જીપ વચ્ચે જોરદાર (Rajasthan Accident) ટક્કર થઈ હતી. આ ટક્કરમાં કારમાં જઈ રહેલા એક જ પરિવારના 5 સભ્યોનું એકસાથે દુખદ અવસાન થયું છે તો આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે.

8 લોકો ઘાયલ થયા

રાજસ્થાનના બાલોતરામાં એક દુ:ખદ અકસ્માત થયો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ વિશે રાજસ્થાન પોલીસે એક મીડિયાને જાણકરી આપી હતી.

 

ગંભીર હલટના લીધે મોટી હોસ્પિટલમાં શિફ્ટ

પોલીસે જણાવ્યું કે ઘાયલોની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા. હાલમાં, સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Tags :
BalotraBreakingnewsGujarat FirstJaipurRajasthanRajasthan AccidentRajasthan accident 5 killedRajasthan car jeep accidentRajasthan Police
Next Article