Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan: નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કારને અકસ્માત નડ્યો, જાણો સંપૂર્ણ વિગત

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. ભજનલાલ શર્મા સીએમ પદની શપથ લીધા પછી મથુરાના ગોવર્ધન ગિરિરાજ દર્શન કરવા માટે આજે જઈ રહ્યા હતા. દરમિયાન તેમની ગાડીનું ટાયર ઉત્તર પ્રદેશની સરહદ નજીક સડકના કિનારે આવેલા એક...
rajasthan  નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કારને અકસ્માત નડ્યો  જાણો સંપૂર્ણ વિગત
Advertisement

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. ભજનલાલ શર્મા સીએમ પદની શપથ લીધા પછી મથુરાના ગોવર્ધન ગિરિરાજ દર્શન કરવા માટે આજે જઈ રહ્યા હતા. દરમિયાન તેમની ગાડીનું ટાયર ઉત્તર પ્રદેશની સરહદ નજીક સડકના કિનારે આવેલા એક નાળામાં ફસાયું ગયું હતું, જેના કારણે ગાડી અનિયંત્રિત થઈ હતી. જો કે, આ અકસ્માતમાં ભજનલાલ શર્માનો આબાદ બચાવ થયો હતો. ત્યાર પછી ભજનલાલ શર્મા બીજી ગાડીમાં બેસીને ગોવર્ધન ગિરિરાજ દર્શન કરવા પહોંચ્યા હતા.

જણાવી દઈએ કે, આજે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ભરતપુર પહોંચ્યા હતા. ભરતપુરમાં મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી તેમના અંગત નિવાસસ્થાને પણ ગયા હતા, જ્યાં તેઓ તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા અને ભરતપુરના સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ભરતપુરના સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો અને વિવિધ સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સાંજે 7.30 ગોવર્ધન ગિરિરાજ દર્શન કરવા ભરતપુરથી રવાના થયા હતા.

Advertisement

Advertisement

દરમિયાન ઉત્તર પ્રદેશની સરહદ પર પૂછરી કા લોથા નજીક રોડના કિનારે એક નાળામાં મુખ્યમંત્રીની ગાડીનું ટાયર ફસાયું હતું. મુખ્યમંત્રી જ્યાં બેઠા હતા તે બાજુ અચાનક કાર નમી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં મુખ્યમંત્રીનો આબાદ બચાવ થયો હતો. ત્યાર બાદ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અન્ય ગાડીમાં ગોવર્ધન ગિરિરાજ દર્શન કરવા પહોંચ્યા હતા. આ મામલે દેંગ જિલ્લા પોલીસ અધિક્ષક બ્રિજેશ જ્યોતિ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.

આ પણ વાંચો- I.N.D.I.A. ગઠબંધનની બેઠક બાદ સીટ શેરિંગ, રણનીતિ-રેલીઓ અને PM ઉમેદવાર અંગે ખડગેએ કહી આ વાત!

Tags :
Advertisement

.

×