Rajasthan Rain : મુશળધાર વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત, રેસ્ક્યૂ કંટ્રોલ રૂમ શરુ કરાયો
- Rajasthan માં મુશળધાર વરસાદના પરિણામે સર્જાઈ આપાતકાલીન સ્થિતિ
- અજમેર, જાલોર, પાલી અને બ્યાવર સહિત ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા
- Ajmer માં શ્રદ્ધાળુઓએ પાણીનો ભારે પ્રવાહ પસાર કરીને ખ્વાજાના દર્શન કર્યા
Rajasthan Rain : અજમેર, જાલોર, પાલી અને બ્યાવર સહિત ઘણા વિસ્તારોમાં ખાબકેલા મુશળધાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. રાજસ્થાન સરકારે પૂર જેવી સ્થિતિમાંથી જનતાને ઉગારવા રેસ્ક્યૂ કંટ્રોલ રૂમ શરુ કર્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે બચાવ કાર્ય કરી રહ્યું છે. સરકારી તંત્રને સેવાભાવી સંસ્થાઓ પણ મદદ કરી રહી છે. પાલી જિલ્લામાં સુકડી અને લિલડી નદીઓમાં પાણીનું સ્તર વધવાને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝ (Khwaja Garib Nawaz) ની દરગાહની બહાર સેંકડો શ્રદ્ધાળુઓને ભારે પાણીના પ્રવાહનો સામનો કરવો પડી રહ્યો છે.
પાલી જિલ્લાની 2 નદીઓ ગાંડીતૂર
રાજસ્થાનનો પાલી જિલ્લો ભારે વરસાદનો માર સહન કરી રહ્યો છે. જિલ્લાની સુકડી અને લિલડી નદીઓમાં પાણીનું સ્તર વધવાને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સોજત સબડિવિઝનના ચંદાવલ શહેરમાં લોકો તેમના પાલતુ પ્રાણીઓ સાથે એક ટાપુ જેવા વિસ્તારમાં ફસાઈ ગયા છે. તેમનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં સ્થાનિકો, પોલીસ અને સેવાભાવી સંસ્થાઓને મહામુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
Chittorgarh, Rajasthan: After 24 hours of heavy rainfall, the district saw a brief respite as rain subsided, but 11 major dams are still overflowing. Several low-lying areas face waterlogging. A yellow alert has been issued pic.twitter.com/VyqgUqibsL
— IANS (@ians_india) July 3, 2025
આ પણ વાંચોઃ Bihar Election : કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કર્યા વિના આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે - કેજરીવાલ
અજમેરમાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા
અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝ (Khwaja Garib Nawaz) ના દરગાહની બહાર ભારે પાણી ભરાઈ જતા સેંકડો યાત્રાળુઓ મુશ્કેલીથી રસ્તો ઓળંગવા કરતા જોવા મળ્યા હતા. રસ્તાઓ પર એકઠા થયેલા વરસાદી પાણીએ અવરોધ પેદા કર્યો હોવા છતાં શ્રદ્ધાળુઓ ધીમે ધીમે એકબીજાના હાથ પકડીને સહારો બનીને દરગાહની અંદર પહોંચ્યા. પોલીસ અને ખ્વાજા સમિતિને દરગાહની આસપાસ ભીડને કાબુમાં લેવા માટે સખત મહેનત કરવી પડી છે. તેમ છતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ઓછો થયો નહીં અને તેઓ કહેતા જોવા મળ્યા, વરસાદે ભીંજવ્યા પણ ખ્વાજાના દર્શન થયા. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી (Diya Kumari) એ કહ્યું છે કે, રાજ્યમાં પાણી ભરાવાની આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે રેસ્કયૂ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Patanjali ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ કોઈપણ નકારાત્મક જાહેરાત પ્રસારિત ન કરે - દિલ્હી હાઈ કોર્ટ


