Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ram Rahim Parole: રામ રહીમ 9 મી વખત Parol bail પર બહાર આવશે

Ram Rahim Parole: ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને ફરી એકવાર Parole bail મળી છે. આ વખતે રામ રહીમને 50 દિવસની Parol bail મળી છે. આ રીતે રામ રહીમને છેલ્લા ચાર વર્ષમાં નવમી વખત Parol Bail આપવામાં આવી...
ram rahim parole  રામ રહીમ 9 મી વખત parol bail પર બહાર આવશે
Advertisement

Ram Rahim Parole: ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને ફરી એકવાર Parole bail મળી છે. આ વખતે રામ રહીમને 50 દિવસની Parol bail મળી છે. આ રીતે રામ રહીમને છેલ્લા ચાર વર્ષમાં નવમી વખત Parol Bail આપવામાં આવી છે. રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. જ્યારે પણ ડેરા ચીફને Parole Bail આપવામાં આવે છે. ત્યારે હરિયાણા સરકાર પર વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. તે ઉપરાંત રામ રહીમનું નામ આ વર્ષે લોકસભા અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.

વર્ષ 2017 માં રામ રહીમને બે મહિલા પર બળાત્કારના આરોપમાં 20 વર્ષ સુધી જેલની સજા ફટકારવામાં આવી હતી. તે સહિત વર્ષ 2019 માં તેને તેના કર્મચારી રણજીત સિંહની હત્યા માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સિવાય 2021 માં ડેરા ચીફને પત્રકારની હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

Advertisement

Advertisement

રામ રહીમને ક્યારે મળી Parol Bail ?

1. રામ રહીમના જેલમાં ગયાના એક વર્ષ પછી 24 ઓક્ટોબર 2020ના રોજ પહેલીવાર Parole Bail મંજૂર કરવામાં આવી હતી.

2. રામ રહીમને લગભગ સાત મહિના પછી જ 21 મે 2021 ના રોજ બીજી વખત Parole Bail મળી હતી.

3. 7 ફેબ્રુઆરી 2022 ના રોજ ડેરા સચ્ચા સૌદા ચીફને ત્રીજી વખત Parole Bail મળી હતી.

4. ગુરમીત રામ રહીમ સિંહને જૂન 2022 માં ચોથી વખત Parole Bail આપવામાં આવી હતી.

5. ઓક્ટોબર 2022 રામ રહીમ પાંચમી વખત Parole Bail મળી હતી.

6. 21 જાન્યુઆરી, 2023 ના રોજ, ડેરા સચ્ચા સૌદા વડાને છઠ્ઠી વખત Parole Bail આપવામાં આવી હતી.

7. રામ રહીમને 20 જુલાઈ 2023 ના રોજ સાતમી વખત Parole Bail મળી હતી.

8. નવેમ્બર 2023 માં આઠમી વખત ડેરા સચ્ચા સૌદા ચીફને Parole Bail આપવામાં આવી હતી.

9. હવે ગુરમીત રામ રહીમ સિંહ નવમી વખત Parole Bail પર જેલમાંથી બહાર આવવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો: Ayodhya : રામ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા કરવું પડશે આ કામ…

Advertisement

.

×