Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, રનવે પર ટક્કર લાગતા મુસાફરોમાં ફફડાટ

ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરોને અનિચ્છનિય ઘટનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા ધડાધડ ફ્લાઇટ કેન્સલ થવાનું અને હવે ટેલ સ્ટ્રાઇકનો સામનો કરવો પડ઼્યો હોવાનું સામે આવ્યું છે. રાંચી એરપોર્ટ પર ઉતરાણ વખતે વિમાનનો પાછળનો ભાગ રનવેને અડી ગયો હતો. જેને પગલે મુસાફરોને ઝાટકો લાગ્યો હતો, અને તમામ ભયભીત થયા હતા. જો કે, કોઇને ઇજા થઇ નહતી.
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી  રનવે પર ટક્કર લાગતા મુસાફરોમાં ફફડાટ
Advertisement
  • ઇન્ડિગો ફ્લાઇટ સાથે મુસાફરોને અનિચ્છનિય ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે
  • રાંચી એરપોર્ટ પર ઉતરાણ વખતે વિમાનની પુંછડીનો ભાગ રનવે પર ટકરાયો
  • આગામી ફ્લાઇટ રદ કરીને મુસાફરોને માર્ગ મારફતે જવાની વ્યવસ્થા કરાઇ

Ranchi Airport Plane Tail Strike : ઝારખંડની રાજધાની રાંચીમાં એક મોટી દુર્ઘટના ટાળવામાં આવી હતી. રાંચી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ઈન્ડિગોની એક ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાઈ ગયો હતો. આ દરમિયાન ફ્લાઇટમાં લગભગ 70 મુસાફરો હતા. રનવે પર વિમાનના પાછળના ભાગની ટક્કરથી મુસાફરોને જોરદાર ઝટકો લાગ્યો હતો. જો કે, તેમાં સવાર બધા મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. કોઈ પણ મુસાફરોને ઈજા થઈ ન હતી. સુત્રોએ ઉમેર્યું કે, અકસ્માત બાદ વિમાનની આગામી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

Advertisement

લેન્ડિંગ સમયે અકસ્માત

અધિકારીઓએ શુક્રવારે સાંજે લગભગ 7:30 વાગ્યે આ ઘટનાની જાણ કરી હતી, ભુવનેશ્વરથી ઉડાન ભરી રહેલું વિમાન રાંચી એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમાં લગભગ 70 મુસાફરો હતા. રાંચી એરપોર્ટના ડિરેક્ટર વિનોદ કુમારે જણાવ્યું હતું કે, "લેન્ડિંગ કરતી વખતે વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાઈ ગયો હતો. મુસાફરોને અચાનક આંચકો લાગ્યો હતો. જો કે, તેઓ બધા સુરક્ષિત છે, અને કોઈ ઈજાગ્રસ્ત નથી."

Advertisement

વિમાનની આગામી ફ્લાઇટ રદ કરવામાં આવી

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘટના પછી વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું, કારણ કે, તે તકનીકી રીતે ઉડાન માટે અયોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું. રાંચી એરપોર્ટના ડિરેક્ટર વિનોદ કુમારે જણાવ્યું હતું કે, "વિમાનની રાંચીથી ભુવનેશ્વરની આગામી સુનિશ્ચિત ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ફ્લાઇટમાં કેટલાક મુસાફરોએ તેમની મુસાફરી રદ કરી હતી, જ્યારે અન્ય લોકોએ ફરીથી શેડ્યૂલ કર્યું હતું. કેટલાક મુસાફરોને રોડ માર્ગે ભુવનેશ્વર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી."

મુસાફરોની મુશ્કેલીઓ દૂર થતી નથી

છેલ્લા ઘણા દિવસોમાં ઇન્ડિગોની અસંખ્ય ફ્લાઇટ રદ થવા વચ્ચે આ ઘટના બની છે. પરિણામે, મુસાફરોની સમસ્યાઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. તાજેતરમાં, હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિવિધ શહેરોમાંથી આવતી ત્રણ ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, જેમાં બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો ------  કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષા વધારાઇ, જાણો કારણ

Tags :
Advertisement

.

×