Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉત્તરાખંડ જતી બસમાં સગીર સાથે દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટર સહિત 6 લોકોની ધરપકડ

બસમાં સગીર બાળકી પર દુષ્કર્મની ઘટના Uttarakhand જતી બસમાં સગીર સાથે દુષ્કર્મ 6 લોકોની ધરપકડ દેહરાદૂન જતી બસમાં દુષ્કર્મની ઘટના દિલ્હીથી ઉત્તરાખંડ (Delhi to Uttarakhand) જતી બસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક સગીર બાળકી સાથે દુષ્કર્મ...
ઉત્તરાખંડ જતી બસમાં સગીર સાથે દુષ્કર્મ  ડ્રાઈવર કંડક્ટર સહિત 6 લોકોની ધરપકડ
Advertisement
  • બસમાં સગીર બાળકી પર દુષ્કર્મની ઘટના
  • Uttarakhand જતી બસમાં સગીર સાથે દુષ્કર્મ
  • 6 લોકોની ધરપકડ
  • દેહરાદૂન જતી બસમાં દુષ્કર્મની ઘટના

દિલ્હીથી ઉત્તરાખંડ (Delhi to Uttarakhand) જતી બસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક સગીર બાળકી સાથે દુષ્કર્મ (Rape) ની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતાં બસ ડ્રાઈવર અને કંડક્ટર સહિત 6 લોકોની ધરપકડ કરી છે.

ઘટનાનો વિગતવાર અહેવાલ

આ મામલો દિલ્હીના ISBTથી ઉત્તરાખંડ (Uttarakhand) રોડવેઝની બસમાં બન્યો હતો. પીડિત સગીર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાની રહેવાસી છે. 12મી ઓગસ્ટની રાત્રે 12.30 વાગ્યે તે દિલ્હીથી દેહરાદૂન જતી બસમાં સવાર થઈ હતી. મધ્યરાત્રિ દરમિયાન તેની સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે બસ ડ્રાઈવર અને કંડક્ટર સહિત 6 લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે. ઘટના બાદ પીડિત સગીરની માનસિકે સ્થિતિ ખૂબ જ નાજુક છે. તેને તાત્કાલિક કલ્યાણ કેન્દ્રમાં મોકલવામાં આવી છે.

Advertisement

Advertisement

મેડિકલ રિપોર્ટ

પોલીસે પીડિતનું મેડિકલ ચકાસણી કરાવી છે અને મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે વધુ સ્પષ્ટતા થશે. ISBT ખાતે CWCના સુપરવાઈઝર સરોજિનીએ જણાવ્યું હતું કે, 13મી ઓગસ્ટના રોજ સવારે સગીર બાળકી વ્યથિત સ્થિતિમાં મળી આવી હતી. યુવતીના શરીર પર કોઈ દેખીતી ઈજા ન હતી, પરંતુ આંતરિક ઈજા હોવાની શક્યતા નકારી શકાય નહીં.

આ પણ વાંચો:  Kolkata Rape જેવો બંગાળમાં ફરી બન્યો કિસ્સો, યુવતીનું માથુ ધડથી.....

Tags :
Advertisement

.

×