Red Fort kalash theft : લાલ કિલ્લામાંથી 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, CCTV ફૂટેજથી આરોપી ઝડપાયો
- લાલકિલ્લા પરથી ચોરાયેલા કળશ મામલો મોટો ખુલાસો (Red Fort kalash theft)
- દિલ્હી પોલીસે મુખ્ય આરોપીની ઉત્તરપ્રદેશમાંથી કરી ધરપકજ
- આરોપીએ એક નહીં ત્રણ કળશની ચોરી કરી હોવાનો કબૂલ્યુ
- એક કળશ પાછો મેળવી લેવાયો, હજુ બે ની શોધખોળ ચાલુ
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સંકુલમાંથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતના કળશની ચોરીના મામલામાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફૂટેજની મદદથી મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશના હાપુડથી ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે એક નહીં, પરંતુ ત્રણ કળશની ચોરી થઈ હતી. તેમાંથી એક કળશ પાછો મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે બાકીના બે કળશ અને અન્ય આરોપીઓની શોધ માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. આ ધરપકડ બાદ આ સમગ્ર કેસના રહસ્યો એક પછી એક બહાર આવી રહ્યા છે.
ચોરીની ઘટના ક્યારે અને કેવી રીતે બની?
થોડા દિવસો પહેલા, દિલ્હીના લાલ કિલ્લાના 15 ઓગસ્ટ પાર્કમાં જૈન સમાજનો એક મોટો ધાર્મિક અનુષ્ઠાન ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા અને પૂજા-પાઠનો સિલસિલો નિયમિત રીતે ચાલી રહ્યો હતો. અનુષ્ઠાનની વચ્ચે જ ધોતી પહેરેલા એક શખ્સે અત્યંત ચાલાકીપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો.
#BREAKING Delhi Crime Branch has arrested the accused in the theft of a kalash worth ₹1 crore during a Jain religious event in the Red Fort: Delhi Police sources pic.twitter.com/k3tLwtjT51
— IANS (@ians_india) September 8, 2025
પૂજા સ્થળ પરથી ચોરી કર્યો હતો કળશ? (Red Fort kalash theft)
સીસીટીવી ફૂટેજ મુજબ, આરોપી ખૂબ જ સરળતાથી ભીડમાં ભળી ગયો અને પૂજા સ્થળ સુધી પહોંચી ગયો. તેણે પહેલા આસપાસનું નિરીક્ષણ કર્યું અને જેવો જ મોકો મળ્યો, તેણે મંચ પર રાખેલો સોના અને હીરા-રત્નોથી જડેલો કળશ પોતાના થેલામાં મૂકી દીધો. ખાસ વાત એ હતી કે મંચ પર માત્ર પરંપરાગત વેશભૂષા પહેરેલા અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશની પરવાનગી હતી.
ઉત્તરપ્રદેશના હાપુડથી ઝડપાયો આરોપ
આથી, આરોપી પર કોઈએ શંકા કરી નહીં. આ ઘટના બાદ જ્યારે આયોજન સમિતિએ પૂજા-પાઠ સમાપ્ત કર્યો અને કળશ ગાયબ જોયો, ત્યારે હોબાળો મચી ગયો. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને તપાસ શરૂ થઈ. સીસીટીવી ફૂટેજમાંથી આરોપીની ઓળખ થઈ શકી, જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તુરંત જ દરોડા પાડીને તેને હાપુડથી ઝડપી પાડ્યો. આ ચોરીએ એકવાર ફરી સિક્યુરિટી સામે સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો : Kerala : ગણેશોત્સવ શોભાયાત્રામાં એવું શું થયું કે પોલીસે 300 લોકો સામે ગુનો નોંધ્યો?


