Red Fort kalash stolen : 1 કરોડના કળશ ચોરીમાં આરોપીની થઈ ઓળખ, જાણો કોણ કરે છે લાલ કિલ્લાની સુરક્ષા?
- લાલ કિલ્લા પરિસરમાંથી થઈ હતી 1 કરોડની કિંમતના કળશની ચોરી (Red Fort kalash stolen)
- જૈન ધર્મના અનુષ્ઠાનમાં પૂજા માટે લાવવામાં આવ્યો હતો કળશ
- લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના સ્વાગત દરમિયાન થયો ચોરી
- પોલીસે CCTVમાં ચોરની ગતિવિધિના આધારે કરી લીધી ઓળખ
- સુરક્ષિત સ્મારકમાં આ પ્રકારની ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલ
Red Fort kalash stolen : દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાના પરિસરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રુ.1 કરોડની કિંમતના સોના અને હીરા જડિત કળશની ચોરી થઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે જૈન ધર્મના એક ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચોરીથી આયોજકો અને શ્રદ્ધાળુઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે અને તેની ધરપકડની આશા વ્યક્ત કરી છે.
ચોરી થયેલો આ કળશ લગભગ 760 ગ્રામ શુદ્ધ સોનાનો બનેલો હતો, જેમાં 150 ગ્રામના હીરા, માણેક અને પન્ના જડેલા હતા. જાણકારી મુજબ, આ કળશને વ્યવસાયી સુધીર જૈન દ્વારા દરરોજ પૂજા માટે લાવવામાં આવતો હતો. મંગળવારે આયોજિત કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત હતા. સ્વાગત સમારોહ દરમિયાન થયેલી ભારે ભીડનો લાભ લઈને આ કળશ અચાનક સ્ટેજ પરથી ગાયબ થઈ ગયો.
દિલ્હી પોલીસે આ મામલે ત્વરિત તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, લાલ કિલ્લાના પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરની ગતિવિધિઓ કેદ થઈ ગઈ છે. આ ફૂટેજના આધારે પોલીસે ચોરની ઓળખ કરી લીધી છે અને હવે તેની ધરપકડ માટે પ્રયાસો કરી રહી છે. આ ઘટનાએ દેશના સૌથી સુરક્ષિત સ્મારકોમાંથી એક એવા લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
લાલ કિલ્લાની સુરક્ષા અને જાળવણી કોણ કરે છે? (Red Fort kalash stolen)
લાલ કિલ્લાનું સંરક્ષણ મુખ્યત્વે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા કિલ્લાની દેખરેખ, જાળવણી અને સમારકામનું કામ સંભાળે છે. જોકે, આ ઐતિહાસિક સ્મારકના મેનેજમેન્ટમાં અન્ય ઘણી એજન્સીઓ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કિલ્લાની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) પાસે છે, જે ચોવીસ કલાક તેની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. કેન્દ્ર સરકારનું સંસ્કૃતિ મંત્રાલય, ASIના માધ્યમથી, લાલ કિલ્લા સહિત દેશના અન્ય ઐતિહાસિક સ્થળો સંબંધિત નીતિઓ અને બજેટને નિયંત્રિત કરે છે.
કરોડો રૂપિયાનો કરાયો હતો ખર્ચ
લાલ કિલ્લાની સુરક્ષા અને જાળવણી પર થતા ખર્ચ અંગે સ્પષ્ટ આંકડા ઉપલબ્ધ નથી, પણ કેટલાક જૂના અહેવાલો મુજબ, ASI દ્વારા નાણાકીય વર્ષ 2017-18માં સમગ્ર દિલ્હી સર્કલ પર કુલ રુ.15.41 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા, જેમાં લાલ કિલ્લા સહિત અન્ય પ્રમુખ સ્મારકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, "એડોપ્ટ અ હેરિટેજ" યોજના હેઠળ, ડાલમિયા ભારત ગ્રૂપે પણ પાંચ વર્ષ માટે લાલ કિલ્લાના સંરક્ષણ માટે રુ.25 કરોડનો ખર્ચ કર્યો હતો, જે તેમના CSR પહેલનો ભાગ હતો. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને ઉજાગર કરી છે અને આવી ચોરીઓ ભવિષ્યમાં ન થાય તે માટે કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો : કોણ છે IPS Anjana Krishna? જેની અજીત પવાર સાથે થઈ હતી બોલાચાલી, હવે મામલો પહોંચ્યો UPSC સુધી