Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિંદુ-મુસ્લિમ યુગલોને સુરક્ષા આપવાનો ઇનકાર, ‘આ લગ્ન કાનૂની નથી...’ : High Court

High Court: અલ્હાબાદ હાઈકોર્ટે હિંદુ-મુસ્લિમ દંપતિઓ દ્વારા કરવામાં આવેલી સુરક્ષાના માંગ વાળી અરજી રદ કરી દીધી છે. આ બાબાતે હાઈકોર્ટ કહ્યું કે, આ લોકોએ ઉત્તર પ્રદેશ ધર્મ પરિવર્તન નિષેધ જોગવાઈઓ પ્રમાણે લગ્ન નથી કર્યા. ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ હાઈકોર્ટેના ન્યાયધીશ...
હિંદુ મુસ્લિમ યુગલોને સુરક્ષા આપવાનો ઇનકાર  ‘આ લગ્ન કાનૂની નથી   ’   high court
Advertisement

High Court: અલ્હાબાદ હાઈકોર્ટે હિંદુ-મુસ્લિમ દંપતિઓ દ્વારા કરવામાં આવેલી સુરક્ષાના માંગ વાળી અરજી રદ કરી દીધી છે. આ બાબાતે હાઈકોર્ટ કહ્યું કે, આ લોકોએ ઉત્તર પ્રદેશ ધર્મ પરિવર્તન નિષેધ જોગવાઈઓ પ્રમાણે લગ્ન નથી કર્યા. ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ હાઈકોર્ટેના ન્યાયધીશ સરલ શ્રીવાસ્તવે મુરાદાબાદ સહિત અન્ય જિલ્લામાંથી આવેલી અરજી પર પોતાનો આદેશ આપ્યો હતો.

આ વિપરિત ધર્મના યુગલોએ કરેલા લગ્નનો મામલોઃ કોર્ટ

મળતી વિગતો પ્રમાણે આશરે આઠ યુગલોએ પરિવારથી જીવને ખતરો હોવાની અરજી સાથે સુરક્ષાની માંગ કરી હતી. અજીરમાં તેમના વૈવાહિક જીવનમાં કોઈ પણ હસ્તક્ષેપ ના કરે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતે કોર્ટ કહ્યું કે, વિપરીત ધર્મના યુગલોએ કરેલા લગ્નનો મામલો છે. લગ્ન કરતા પહેલા આ યુગલોએ ધર્મ પરિવર્તનની કાનૂની પ્રક્રિયાનું પાલન કરેલ નથી. જો કે, કોર્ટે એવું પણ કહ્યું કે, યુગલો દ્વારા કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને લગ્ન કરવામાં આવે તો તેઓ ફરી સુરક્ષા માટેની અરજી નવેસરથી કરી શકે છે.

Advertisement

કોર્ટ આ લગ્નને માન્ય ગણ્યા નથી

કોર્ટે વધુમાં કહ્યું હતું કે, 2021 માં પસાર કરાયેલ ધર્માંતરણ વિરોધી કાયદો ખોટી રજૂઆત, બળ, છેતરપિંડી, અયોગ્ય પ્રભાવ, બળજબરી અને પ્રલોભન દ્વારા ગેરકાયદેસર રીતે એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરણને પ્રતિબંધિત કરે છે. કુલ આઠ યુગલોમાં પાંચ મુસ્લિન યુવકોએ હિંદુ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે ત્રણ હિંદુ યુવકોએ મુસ્લિમ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. જો કે, કોર્ટ આ લગ્નને માન્ય ગણ્યા નથી. કોર્ટે કહ્યું કે, આ લગ્ન કાનૂની રીતે ધર્મ પરિવર્તન કરીને કરવામાં આવ્યાં નથી.

Advertisement

આ પણ વાંચો: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 29 મામલતદારો સહિત 38 ડેપ્યુટી કલેક્ટરોની બદલી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×