Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ઋષિકેશમાં ગંગા નદી બે કાંઠે, અનેક ઘાટ પાણીમાં ગરકાવ

હવામાન વિભાગની આગાહી સાચી ઠરી. ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને કારણે ઋષિકેશમાં ગંગા નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે. પરમાર્થ નિકેતન અને ત્રિવેણી ઘાટ ડૂબી ગયા, લોકોના ઘરોમાં પાણી ભરાયા.
ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ  ઋષિકેશમાં ગંગા નદી બે કાંઠે  અનેક ઘાટ પાણીમાં ગરકાવ
Advertisement
  • ઋષિકેશમાં ગંગા નદીની સપાટી ભયજનક સ્તરે
  • લોકોને ગંગા ઘાટ પર ન જવા અપાઈ ચેતવણી
  • ત્રિવેટી ઘાટ પાસે વોટર પોલીસની ટીમ તૈનાત
  • ઘાટના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું પાણી
  • નદી કિનારે રહેતા લોકોને સલામત જવા સૂચના
  • હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. પહાડોમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ પહાડો પર ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની રહી છે, ત્યાં બીજી તરફ ઋષિકેશમાં ગંગા નદીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગાનું જળસ્તર ભયજનક સપાટીને પાર કરી ગયું છે, જેના કારણે ઋષિકેશના ત્રિવેણી ઘાટ સહિત અનેક ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલો મુશળધાર વરસાદ લોકો માટે મુશ્કેલી બનીને આવ્યો છે. ગંગા ઉપરાંત અનેક નદીઓ તોફાની બની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં પણ રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેશે. વહીવટીતંત્રે લોકોને પહાડી વિસ્તારોમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે.

Advertisement

Advertisement

પોલીસ દ્વારા ચેતવણી:

ઋષિકેશમાં ચંદ્રભાગા નદી પણ ગાંડીતૂર બની છે, જેના કારણે પોલીસે જાહેરાત કરીને નદી કિનારે રહેતા લોકોને સાવચેત કર્યા છે. આ ઉપરાંત, યમકેશ્વર બ્લોકને જોડતી બીન નદી પણ બે કાંઠે વહી રહી છે, જેના કારણે નાના વાહનોની અવરજવર અટકાવવામાં આવી છે. લોકો ટ્રેક્ટરનો ઉપયોગ કરીને નદી પાર કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે ચંદ્રભાગા અને બીન નદીમાં પાણીનું સ્તર વધુ ઝડપથી વધવાની શક્યતા છે.

લોકોના ઘરોમાં ભરાયા પાણી:

ઋષિકેશ અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. આના કારણે લોકોનો ઘરવખરીનો સામાન પણ ખરાબ થઈ ગયો છે. શિવાજી નગર, ચંદ્રેશ્વર નગર અને મનસા દેવી જેવા વિસ્તારોમાં રહેતા લોકો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા દ્વારા સરકારને પોતાની પરિસ્થિતિની જાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પરમાર્થ નિકેતન અને ત્રિવેણી ઘાટ ડૂબ્યા:

સતત વરસાદના કારણે વિશ્વ પ્રસિદ્ધ પરમાર્થ નિકેતનનો આરતી ઘાટ સંપૂર્ણપણે ગંગામાં સમાઈ ગયો છે. ગંગાના મોજા ઘાટ પર સ્થાપિત શિવની મૂર્તિને સ્પર્શી રહ્યા છે. ઋષિકેશનો ત્રિવેણી ઘાટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરતી પણ નિર્ધારિત સ્થળથી અલગ જગ્યાએ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Trending News: વાસુદેવની જેમ, પિતા પોતાના પુત્રને પૂરના પાણીથી બચાવતા જોવા મળ્યા, Video જોઇ થઇ જશો ભાવુક

Tags :
Advertisement

.

×