Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RJD Ticket Controversy : ટિકિટ ન મળતા કપડા ફાડ્યા અને રડવા લાગ્યા નેતાજી, તેજસ્વી સામે આક્રોશ

ટિકિટ ન મળતા RJD ના વરિષ્ઠ કાર્યકર્તા મદન શાહે પાર્ટી મુખ્યાલયમાં હંગામો મચાવ્યો. શાહે તેજસ્વી યાદવને ઘમંડી ગણાવીને આરોપ લગાવ્યો કે તેઓ લોકોથી દૂર રહે છે અને ટિકિટો બહારના લોકોને અપાય છે. તેમણે લાલુ યાદવના 2020ના વાયદાનો ઉલ્લેખ કરીને, પોતાને દગો મળ્યો હોવાનું જણાવીને મધુબન બેઠક પર થયેલા અન્યાય સામે રોષ વ્યક્ત કર્યો.
rjd ticket controversy   ટિકિટ ન મળતા કપડા ફાડ્યા અને રડવા લાગ્યા નેતાજી  તેજસ્વી સામે આક્રોશ
Advertisement
  • બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ડ્રામા (RJD Ticket Controversy )
  • લાલુ યાદવના ઘર બહાર કુર્તા ફાડ પ્રદર્શન
  • ટિકિટ કપાતા RJD નેતા મદન શાહનો રોષ
  • કુર્તો ફાડીને મદન શાહે દર્શાવી નારાજગી
  • ભાજપ એજન્ટને ટિકિટ આપવાનો મદન શાહનો  આરોપ

RJD Ticket Controversy  : બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ નેતા તેજસ્વી યાદવ પર ગંભીર આરોપો લાગતા રાજકારણ ગરમાયું છે. RJD ના વરિષ્ઠ કાર્યકર્તા મદન શાહ (RJD Madhuban Ticket Dispute) દ્વારા પાર્ટી મુખ્યાલય ખાતે હંગામો મચાવતા આ ઘટના ચર્ચાનો વિષય બની છે. ગુસ્સે ભરાયેલા શાહે પોતાનાં કપડાં ફાડી નાખ્યાં, જમીન પર બેસીને રડવા લાગ્યા અને આરોપ લગાવ્યો કે પાર્ટીએ તેમને દગો આપ્યો છે.

Advertisement

લાલુ યાદવના વાયદા છતાં ટિકિટ ન મળી (Lalu Yadav Promise)

મદન શાહે પાર્ટી મુખ્યાલયમાં હોબાળો મચાવતા કહ્યું કે, તેજસ્વી યાદવ સરકાર નહીં બનાવી શકે કારણ કે તે ખૂબ જ ઘમંડી છે અને સામાન્ય લોકો સાથે મળતા નથી. શાહે દાવો કર્યો કે, 2020માં તેમના ગુરુ લાલુ યાદવે (Lalu Yadav) તેમને રાંચી બોલાવીને વચન આપ્યું હતું કે તેમને મધુબન વિધાનસભા ક્ષેત્રમાંથી ટિકિટ આપવામાં આવશે. મદન શાહનો આક્ષેપ છે કે ટિકિટ વિતરણનું કામ સંતોષ યાદવ જોઈ રહ્યા છે અને બહારના લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે. શાહે ગુસ્સામાં કહ્યું કે, "હું અહીં મરવા આવ્યો છું, મને પાર્ટીએ દગો આપ્યો છે."

Advertisement

ભાજપ એજન્ટને ટિકિટ આપવાનો આરોપ  (Madan Shah Protest)

મધુબન વિધાનસભા ક્ષેત્રની RJD ટિકિટ સંતોષ કુશવાહા ને આપવામાં આવતા, નારાજ મદન શાહે કુશવાહાને ભાજપના એજન્ટ ગણાવી દીધા. શાહે વધુમાં જણાવ્યું કે, "લાલુજીએ કહ્યું હતું કે તેલી સમાજની વસ્તીના આધારે હું રણધીર સિંહને હરાવી શકું છું. હું 90ના દાયકાથી પાર્ટી માટે કામ કરું છું, મેં મારી જમીન પણ વેચી દીધી છે, તેમ છતાં ટિકિટ ભાજપ એજન્ટ સંતોષ કુશવાહાને આપી દેવાઈ."

બિહારમાં ટિકિટને લઈને વિવાદ (Bihar Politics RJD)

બિહારના રાજકારણમાં શનિવારે આ મોટો ડ્રામા જોવા મળ્યો, જેણે RJD માં આંતરિક વિખવાદ અને ટિકિટ વિતરણને લઈને કાર્યકર્તાઓમાં રહેલા અસંતોષને ખુલ્લો પાડ્યો છે

આ પણ વાંચો : બિહારમાં કોંગ્રેસે પાંચ ઉમેદવારની બીજી યાદી કરી જાહેર

Tags :
Advertisement

.

×