Jharkhand ના બોકારોમાં ગંભીર અકસ્માત, 5 લોકોના મોત, ત્રણ ઘાયલ
- Jharkhand ના બોકારોમાં ભયાનક અકસ્માત
- ટ્રેલર, ટ્રેક્ટર અને બોલેરો કર વચ્ચે થયો અકસ્માત
- અકસ્માતમાં 5 લોકોના મોત, ઘણા લોકો ઘાયલ
ઝારખંડ (Jharkhand)ના બોકારોમાં બોકારો-રામગઢ નેશનલ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિની હાલત ગંભીર છે. બોકારોના સામુદાયિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સ્વીટી ભગતે જણાવ્યું હતું કે પાંચ લોકોને હોસ્પિટલમાં મૃત લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઘાયલ થયા હતા.
ટ્રેલર, ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર...
મળતી માહિતી મુજબ, આ અકસ્માત કસમાર પોલીસ સ્ટેશન વિસ્તારના ડાંટૂ ગામ પાસે થયો હતો. નેશનલ હાઈવે પર ટ્રેલર, ટ્રેક્ટર અને બોલેરો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બોલેરો સવાર અને ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : કડકડતી ઠંડીને લઈને IMD ની આગાહી, રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કેવું રહેશે વાતાવરણ!
હજારીબાગમાં બસ અકસ્માતમાં 12 લોકો ઘાયલ...
પોલીસે જણાવ્યું કે, ઝારખંડ (Jharkhand)ના હજારીબાગ જિલ્લામાં મંગળવારે એક અન્ય અકસ્માતમાં લગભગ 12 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત NH-33 પર ચર્હી ઘાટના યુપી વળાંક પર ત્યારે થયો જ્યારે બસ બિહારના સિવાનથી રાંચી જઈ રહી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે ઘાયલોમાંથી છની હાલત ગંભીર છે અને તેમને સારવાર માટે શેઠ ભિખારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે ઇજાગ્રસ્તો, એક મહિલા અને એક 15 વર્ષની છોકરીને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં મોકલવામાં આવ્યા હતા કારણ કે તેમની સ્થિતિ ગંભીર બની હતી.
આ પણ વાંચો : એક કોલ અને 68 વર્ષીય વૃદ્ધના ખાતામાંથી ઉપાડી લીધા રૂપિયા 1 કરોડ 94 લાખ