બિહાર ચૂંટણીના પરિણામ બાદ લાલુ પ્રસાદ યાદવના ઘરે વિખવાદ, પુત્રી રોહિણી આચાર્યએ પરિવાર સાથે તોડ્યા સંબંધ
- Rohini Acharya : બિહાર ચૂંટણીના પરિણામ બાદ લાલુ પ્રસાદ યાદવના ઘરે વિખવાદ
- રોહિણી આચાર્યએ લાલુના પરિવાર સાથે તોડ્યા સંબઘ
- રોહિણી આચાર્યએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કરી જાહેરાત
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ રાષ્ટ્રીય જનતા દળ (RJD) માટે મોટી રાજકીય કટોકટી સર્જી છે. પાર્ટી માત્ર 25 બેઠકો પર સમેટાઈ જતાં લાલુ પરિવારમાં આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે. લાલુ યાદવની નાની પુત્રી અને તેજસ્વી યાદવની બહેન રોહિણી આચાર્યએ (Rohini Acharya) ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લાલુના પરિવાર સાથે સંબધ તોડ્યા,આ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી
Rohini Acharya : લાલુ પ્રસાદ યાદવીની પુત્રીએ પરિવાર સાથે સંબધ તોડ્યો
રોહિણી આચાર્યએ પોતાના પરિવાર અને રાજકારણ સાથેના સંબંધો તોડવાનો ચોંકાવનારો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટપણે લખ્યું છે કે, "હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝે મને આ કરવા કહ્યું, અને હું બધો દોષ લઈ રહી છું." આ નિવેદન માત્ર લાલુ પરિવારની એકતા પર જ નહીં, પરંતુ સમગ્ર બિહારના રાજકીય પરિદૃશ્યમાં મોટા પરિવર્તનનો સંકેત આપે છે.
RJD नेता और लालू प्रसाद यादव की बेटी रोहिणी आचार्य ने ट्वीट किया, "मैं राजनीति छोड़ रही हूं और अपने परिवार से नाता तोड़ रही हूं। संजय यादव और रमीज़ ने मुझसे यही करने को कहा था। मैं सारा दोष अपने ऊपर ले रही हूं।" pic.twitter.com/xiPJtUvYFN
— ANI_HindiNews (@AHindinews) November 15, 2025
Rohini Acharya એ લગાવ્યો આ આરોપ
રોહિણી આચાર્યએ સીધો આરોપ RJDના રાજ્યસભા સાંસદ સંજય યાદવ પર લગાવ્યો છે, જેમને તેજસ્વી યાદવના સૌથી નજીકના વિશ્વાસુ અને RJDની ચૂંટણી વ્યવસ્થાપન તથા રણનીતિકાર તરીકે ઓળખવામાં આવે છે. આ આરોપો બાદ, પાર્ટી પર આ આંતરિક પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માટે ભારે દબાણ વધી ગયું છે.લાલુ પરિવાર અને RJD વચ્ચેનો અણબનાવ લાંબા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ તાજેતરની ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે પાર્ટીમાં આંતરિક રીતે બધું બરાબર નથી અને તેની નબળાઈઓ છતી થઈ છે.
તેજપ્રતાપે પહેલાથી જ પાર્ટી છોડી દીધી છે
નોંધનીય છે કે લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ પહેલાથી જ પાર્ટી અને પરિવાર છોડી ચૂક્યા છે. લાલુ યાદવે પોતે તેમને હાંકી કાઢ્યા બાદ, તેજ પ્રતાપે બિહાર ચૂંટણી પહેલાં પોતાની પાર્ટી જનશક્તિ જનતા દળ બનાવી અને ખુલ્લેઆમ RJD સામે ચૂંટણી લડી, જોકે તેઓ પોતાની બેઠક ગુમાવી બેઠા. તેજ પ્રતાપના બળવા પછી હવે રોહિણી આચાર્યના આ પગલાથી લાલુ પરિવારની એકતા પર ગંભીર સવાલો ઊભા થયા છે, જે RJDના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો: બિહારમાં NDAની ઐતિહાસિક જીત બાદ નીતિશ કુમાર CM પદ પરથી આપશે રાજીનામું, મુખ્યમંત્રીની શપથ વિધિ ક્યારે થશે?


