Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એરપોર્ટ પર એક્સ્ટ્રા લગેજ પર બબાલ... આર્મીમેને ચારને ફટકાર્યાં

શ્રીનગરથી દિલ્હીની SG-386 ફ્લાઈટમાં હિંસક ઘટના
એરપોર્ટ પર એક્સ્ટ્રા લગેજ પર બબાલ    આર્મીમેને ચારને ફટકાર્યાં
Advertisement
  • ફ્લાઈટમાં એક્સ્ટ્રા લગેજ પર બબાલ... સ્પાઈસજેટ કર્મચારીઓએ ચાર્જ માગ્યો, તો ભડકી ગયા સેનાના અધિકારી, 4 લોકોને બદતર રીતે પીટ્યા
  • શ્રીનગરથી દિલ્હીની SG-386 ફ્લાઈટમાં થયેલો હિંસક ઘટના

શ્રીનગર: શ્રીનગરથી દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટ SG-386ના બોર્ડિંગ ગેટ પર એક વરિષ્ઠ સેના અધિકારીએ ચાર સ્પાઈસજેટ કર્મચારીઓને બદતર રીતે પીટી દીધા. એરલાઈનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ ઘટના 26 જુલાઈએ ત્યારે ઘટી જ્યારે અધિકારીને વધારાના કેબિન બેગેજ માટે ચાર્જ ચૂકવવા કહેવામાં આવ્યું હતું.

સ્પાઈસજેટે જણાવ્યું કે અધિકારી પાસે બે કેબિન બેગ હતા, જેનું કુલ વજન 16 કિલોગ્રામ હતું, જ્યારે મહત્તમ મર્યાદા માત્ર 7 કિલોગ્રામની છે. જ્યારે સ્ટાફે મૃદુ રીતે નિયમની જાણકારી આપી અને ચાર્જ ભરવાની વિનંતી કરી ત્યારે અધિકારીએ ઇનકાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર બળજબરીપૂર્વક એરોબ્રિજમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જે નાગરિક ઉડ્ડયન સુરક્ષા નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.

Advertisement

Advertisement

CISF દ્વારા પાછા લાવાયા બાદ થયો હુમલો

અધિકારીને CISF અધિકારીએ પાછો ગેટ પર લઈ ગયો હતો. જ્યાં તેણે ગુસ્સામાં આવીને ચાર ગ્રાઉન્ડ સ્ટાફ પર હુમલો કર્યો. એક કર્મચારીને મૂક્કા, લાતો અને સ્ટીલ સ્ટેન્ડથી માર મારવામાં આવ્યો, જેનાથી તેની રીડના હાડકામાં ફ્રેક્ચર અને જબડામાં ગંભીર ઇજા થઈ હતી. બીજા કર્મચારી,જે બચાવમાં વચ્ચે આવ્યો હતો, તેના જબડા પર જોરદાર લાત મારવામાં આવી, જેનાથી તેના નાક અને મોઢામાંથી લોહી વહેવા લાગ્યું હતું.

નો-ફ્લાઈ લિસ્ટમાં શામેલ કરવાની કાર્યવાહી શરૂ

ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું ઇલાજ ચાલી રહ્યું છે અને તેમની હાલત ગંભીર બની રહી છે. સ્પાઈસજેટ પ્રવક્તાએ જણાવ્યું કે આ હુમલાની FIR પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને એરલાઈને યાત્રીને નો-ફ્લાઈ લિસ્ટમાં શામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જે નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ થઈ રહી છે.

એરલાઈને આ ગંભીર હુમલાની માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લખિત સ્વરૂપમાં આપી છે અને યાત્રી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. એરપોર્ટ અધિકારીઓ પાસેથી મળેલી CCTV ફૂટેજ પોલીસને સોંપવામાં આવી છે, જેથી તપાસમાં મદદ મળી શકે.

જોકે, જણાવી દઈએ કે, અત્યાર સુધી આર્મીમેન તરફથી કોઈ જ નિવેદન સામે આવ્યું નથી. હાલમાં એક પક્ષની વાતો જ સામે આવી રહી છે. જ્યારે આર્મીમેનના પક્ષ વિશે ખુલાસો થયો નથી.

આ પણ વાંચો-RUSSIA પર કુદરતનો કહેર, કામચટકામાં જ્વાળામુખી ફાટ્યો, કુરિલ ટાપુ પર ભૂકંપ

Tags :
Advertisement

.

×