Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

S Jaishankar : એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

ભારતના વિદેશ મંત્રીએ ઈરાનના મંત્રી સાથે કરી ચર્ચા  એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રીનો આભાર માન્યો  ઈરાન અને ઈઝરાય વચ્ચે 12  દિવસ યુધ્ધ ચાલ્યું    S Jaishankar : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar)ઈરાનના વિદેશ મંત્રી (Iran Foreign Minister)સૈયદ...
s jaishankar   એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી  જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા
Advertisement
  • ભારતના વિદેશ મંત્રીએ ઈરાનના મંત્રી સાથે કરી ચર્ચા 
  • એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રીનો આભાર માન્યો 
  • ઈરાન અને ઈઝરાય વચ્ચે 12  દિવસ યુધ્ધ ચાલ્યું 

S Jaishankar : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar)ઈરાનના વિદેશ મંત્રી (Iran Foreign Minister)સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વાત કરી હતી.આ દરમિયાન તેમણે ઈરાન અને ઈઝરાયલ (Iran Israel war)વચ્ચેના 12 દિવસના યુદ્ધ પછીની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.તે જ સમયે વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનમાંથી સેંકડો ભારતીયોને બહાર કાઢવામાં તેહરાનની મદદ બદલ પણ આભાર માન્યો હતો.તમને જણાવી દઈએ કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈરાને ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે હવાઈ ક્ષેત્ર ખોલ્યું હતું.ત્યારબાદ સેંકડો ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા હતા.

Advertisement

ઈરાનના વિદેશ મંત્રીનો આભાર માન્યો

એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું,આજે બપોરે ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી સાથે વાત કરી.વર્તમાન જટિલ પરિસ્થિતિમાં ઈરાનના દ્રષ્ટિકોણ અને વિચાર શેર કરવા બદલ હું તેમનો આભાર માનું છું.તેમણે વધુમાં કહ્યું,ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતરમાં મદદ કરવા બદલ તેમનો (Araghchi) આભાર માન્યો.તમને જણાવી દઈએ કે અગાઉ વિદેશ મંત્રી એસ જયશંકરે કતારના વડા પ્રધાન અને વિદેશ મંત્રી સાથે પણ વાત કરી હતી.તેમણે X પર આ માહિતી આપી.આ સાથે તેમણે પ્રાદેશિક પરિસ્થિતિના તેમના (Qatar)મૂલ્યાંકનની પ્રશંસા કરી.તેમણે કહ્યું કે અમારા દ્વિપક્ષીય કાર્યસૂચિ પર ચર્ચા થઈ.

Advertisement

આ પણ  વાંચો -Zohran Mamdaniની જીત પર ભારતમાં રાજકીય હોબાળો કેમ સર્જાયો?

ઈરાન-ઈઝરાયલ વચ્ચે 12 દિવસ યુદ્ધ  ચાલ્યું

તમને જણાવી દઈએ કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યું.દરમિયાન રવિવારે સવારે અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર પણ હુમલો કર્યો.જોકે આ બોમ્બમારા પછી ઈરાને કતાર અને ઈરાકમાં અમેરિકન એરબેઝ પર પણ હુમલો કર્યો.આ પછી પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ.જોકે મંગળવારે US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી.

Tags :
Advertisement

.

×