Saurabh Murder Case માં સાહિલના નાનીએ કર્યા 5 મોટા ખુલાસા, જાણો પુષ્પા દેવીએ પૌત્ર વિશે શું કહ્યું?
- પુષ્પા દેવી તેમના પૌત્ર સાહિલ શુક્લાને જેલમાં મળ્યા
- સાહિલને જોઈને નાની ભાવુક થઈ ગયા
- પુષ્પા દેવીએ સાહિલને લઈ ઘણા ખુલાસા કર્યા
Saurabh Murder Case : ઉત્તર પ્રદેશના મેરઠમાં સૌરભ હત્યા કેસની આરોપી મુસ્કાન રસ્તોગીને પરિવારના સભ્યો મળવા તૈયાર નથી. તેમ જ કોઈપણ વકીલ તેનો કેસ લેવા તૈયાર નથી. લગભગ એક અઠવાડિયા સુધી સાહિલને મળવા કોઈ આવ્યું નહોતું, પરંતુ 26 માર્ચે તેણે અચાનક તેના નાની પુષ્પા દેવીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે જેલર વીરેશ રાજ શર્માએ તેના પરિવાર સાથે વાત કરી તો તેના માતા-પિતાએ કોઈ જવાબ ન આપ્યો, પરંતુ તેના નાનીને મળવા માટે તૈયાર થઈ ગઈ.
સાહિલને જોઈ નાની ભાવુક થયા
પુષ્પા દેવી બુધવારે તેમના પૌત્ર સાહિલ શુક્લાને મળવા જેલ પહોંચી હતી. તે તેમના પૌત્ર માટે નવા કપડાં અને ખાવાની વસ્તુઓ લાવી હતી. સાહિલના વાળ પણ જેલમાં કાપવામાં આવ્યા છે. સાહિલને જોઈને નાની ભાવુક થઈ ગયા હતા. થોડીવારની મુલાકાત પછી, નાની જેલમાંથી બહાર આવ્યા અને તેમના ગામ પહોંચ્યાં અને ત્યાં મીડિયા સાથે વાત કરી. આ વાતચીતમાં તેમણે ઘણા ખુલાસા કર્યા, ચાલો જાણીએ...
#WATCH | Meerut, UP | Saurabh Rajput murder case | Pushpa Devi, maternal grandmother of accused Sahil Shukla, said, "... Sahil didn't tell me anything when I met him... I have never even seen Muskan... Nothing could be worse than this (crime). But I am still confused as to what… pic.twitter.com/IYLPG3jFpG
— ANI (@ANI) March 27, 2025
સાહિલના માતા-પિતા વિશે શું કહ્યું?
સાહિલના નાની પુષ્પા દેવીએ જણાવ્યું કે, સાહિલની માતાનું 17 વર્ષ પહેલા કિડની ફેલ થવાને કારણે મૃત્યુ થયું હતું. તેણે મને છેલ્લી ક્ષણે કહ્યું હતું કે સાહિલનું ધ્યાન રાખજો. તેથી તે સાહિલને પોતાની પાસે લઈ આવી. સાહિલના પિતા વિશે તેણીએ કહ્યું કે તેણીને ખબર નથી કે તે સાહિલને મળવા જેલમાં જશે કે નહીં. તેના માટે વકીલ નિયુક્ત કરશે કે નહીં?
આ પણ વાંચો : Haryana :પ્રેમનો ભયાનક અંત! પ્રેમી યોગા શિક્ષકને 7 ફૂટ ઉંડા ખાડામાં જીવતો દફનાવ્યો!
સાહિલની માતાના મૃત્યુ બાદ તેના પિતા નીરજ મેરઠથી ચાલ્યા ગયા હતા. તેઓ પૈસા મોકલતા અને ક્યારેક ક્યારેક બાળકોને મળવા આવતા હતા. સાહિલના પિતાએ તેમને રહેવા માટે ઘર આપ્યું હતું. આ જ ઘરમાં રહીને તેણી સાહિલનો ઉછેર કરતી હતી. સાહિલ જેલમાં ગયા પછી તેણી તે ઘરમાં નથી રહેતી, પરંતુ સગા-સંબંધીઓના ઘરે રહીને સમય વિતાવે છે. તેણી સાહિલને મળવા મુઝફ્ફરનગરથી આવી હતી.
સૌરભ હત્યા કેસમાં નાનીએ શું કહ્યું?
સાહિલની નાની પુષ્પા દેવીએ સૌરભ રાજપૂતની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે સાહિલ જેલમાં ગયો છે તેનું મને દુઃખ નથી, પરંતુ એક માતા-પિતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે. સૌરભ રાજપૂતનું મૃત્યુ જે રીતે થયું તેનાથી મને ખૂબ દુઃખ થયું છે.
મુસ્કાન વિશે શું કહ્યું?
પુષ્પા દેવીએ કહ્યું કે તેણીએ ક્યારેય મુસ્કાનને જોઈ નથી. સાહિલે પણ ક્યારેય તેના વિશે જણાવ્યું નથી. મુસ્કાન જ હતી જેણે સાહિલને પોતાની જાળમાં ફસાવીને તેને આ કામ કરાવ્યું હતું. સાહિલને તે સમયે બે નશા હતા. એક જે તેણે કરેલો હતો, અને બીજો મુસ્કાનનો નશો.
આ પણ વાંચો : 'ઘર ઘર સુધી પહોંચશે કોંગ્રેસ', જાણો જિલ્લા પ્રમુખોની બેઠકમાં રાહુલ ગાંધીએ શું કહ્યું
સાહિલે નાનીને શું કહ્યું?
પુષ્પા દેવીએ કહ્યું કે સાહિલે તેમને કંઈ કહ્યું નથી, પરંતુ એમ કહ્યું કે તે એકદમ ઠીક છે અને તેને કોઈ સમસ્યા નથી. તેણે ફરિયાદ કરી કે તમે દોઢ મહિના પછી મળવા આવ્યા.સાહિલે કહ્યુ કે, મને લઈને કોઈ ચિંતા કરશો નહીં.
કાળા જાદુના આરોપો પર તેણીએ શું કહ્યું?
પુષ્પા દેવીએ સાહિલ પર કાળા જાદુના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે તંત્ર-મંત્રનો કોઈ પ્રશ્ન જ નથી. સાહિલ ભણતો હતો. તંત્ર-મંત્ર જેવી કોઈ વસ્તુ નથી હોતી.મારી પર કોઈ કાળો જાદુ કરીને બતાવે. જો સાચું સાબિત થશે તો હું કહીશ કે સાહિલ ખોટો છે.
આ પણ વાંચો : Kathua એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસના 3 જવાન શહીદ, 2 આતંકવાદીઓ ઠાર


