Sakshi Murder Case : હત્યા માટે લેવાયેલી છરી પોલીસના હાથે લાગી, આ જગ્યાએ છુપાવી હતી
Sakshi Murder Case : દિલ્હીના સાક્ષી હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આખરે પોલીસને તે છરી મળી આવી જેનાથી સાહિલે સાક્ષીની હત્યા કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઝડપાયેલ હથિયાર સાહિલ વિરુદ્ધ મજબૂત પુરાવો સાબિત થઈ શકે છે. સાથે જ આરોપી સાહિલ પણ પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સાહિલે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.
છરી રિઠાલાની ઝાડીમાં ફેંકી
સાહિલે ગત રવિવાર 28 મેની સાંજે શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની તેની ગર્લફ્રેન્ડની છરી વડે 20થી વધારે ઘા મારી અને પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી હતી. પોલીસ પ્રમાણે સગીરાના શરીર પર 34 ઈજાના નિશાન હતા. સાહિલને હત્યાના બીજા દિવસે ઉત્તરપ્રદેશના બુલંદ શહેરથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેણે હત્યા કરીને છરી કથિત રીતે રિઠાલાની ઝાડીઓમાં ફેંકી દીધી હતી.
પોલીસને લોકેશન જણાવ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સાહિલે ઘટના બાદ અંધારામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી પોલીસ શોધી શકી ન હતી. પહેલા બે દિવસના પોલીસ રિમાન્ડમાં આરોપી ગેરમાર્ગે દોરતો રહ્યો, પરંતુ જ્યારે તેને વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો ત્યારે સાહિલે પોલીસને છરીનું લોકેશન જણાવ્યું. ઘટના બાદ સાહિલ બુલંદશહરમાં તેના એક સંબંધીને ત્યાં ભાગી ગયો હતો.
હત્યાના 15 દિવસ પહેલા ખરીદી હતી છરી
સુત્રો અનુસાર આરોપી સાહિલે સગીર બાળકીની હત્યાના લગભગ 15 દિવસ પહેલા છરી ખરીદી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ ચાકુ સાપ્તાહિક બજારથી ખરીદ્યું હતું. પોલીસને શંકા છે કે જે રીતે આરોપી સાહિલે છરી ખરીદી હતી તેણે 15 દિવસ પહેલા સગીર મિત્રની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. સાહિલે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સગીર યુવતી ઘણા દિવસોથી તેની અવગણના કરી રહી હતી, જેના કારણે તે ગુસ્સે ભરાયો હતો. એટલા માટે દિલ્હીની શાહબાદ ડેરીમાં 16 વર્ષની છોકરીની છરી વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સાક્ષી હત્યા કેસ : ‘તું અહીનો ગુંડો છું ક્યાં ગઈ તારી ગુંડાઈ…’, ચેટ સામે આવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


