'સાવરકર બ્રાહ્મણ હતા તેમ છતા નોન-વેજ ખાતા હતા...' કોંગ્રેસ મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
- કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંજુ રાવનું વિવાદાસ્પદ નિવેદન
- સાવરકર માંસાહારી હતા : કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંજુ રાવ
- ગાંધી, સાવરકર અને ઝીણા વિશે પણ મંત્રીએ આપ્યું નિવેદન
Karnataka Minister on Savarkar : કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંજુ રાવે (Dinesh Gunju Rao) વીર સાવરકર (Veer Savarkar) ને લઇને એક વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) આપ્યું છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે. રાવે કહ્યું કે, સાવરકર બ્રાહ્મણ હોવા છતા માંસાહારી હતા અને તેમણે ક્યારેય ગૌહત્યાનો વિરોધ કર્યો ન હતો. મંત્રીએ કહ્યું કે, સાવરકર ઘણા મુદ્દાઓ પર આગળ વિચારતા હતા. તેમણે ગૌહત્યાનો વિરોધ કર્યો ન હતો. તે બીફ ખાતા હતા અને જ્ઞાતિથી બ્રાહ્મણ હતા. તેમણે પોતાની ઓળખ નોન વેજિટેરિયન તરીકે આપી છે. ગુંડુ રાવે કહ્યું કે, બીજી તરફ મોહમ્મદ અલી ઝીણા એક અલગ પ્રકારના ઉગ્રવાદનું પ્રતિનિધિત્વ કરતા હતા, જો કે તેઓ ક્યારેય કટ્ટર ઈસ્લામવાદી નહોતા, કટ્ટરવાદી નહોતા… પરંતુ સાવરકર હતા.
સાવરકર ખુલ્લેઆમ માંસાહારીનું સમર્થન કરતા હતા : કોંગ્રેસ મંત્રી
વીર સાવરકર પર કર્ણાટકના મંત્રીના આ નિવેદન પર નવો વિવાદ શરૂ થાય તો તેમા નવાઈ નથી. ગાંધી જયંતિ નિમિત્તે તેમણે ગાંધી અને સાવરકરના વિચારોની પણ સરખામણી કરી હતી. ગુંડુ રાવ પત્રકાર ધીરેન્દ્ર ઝાના પુસ્તક 'ગાંધીના હત્યારા: નાથુરામ ગોડસેનું નિર્માણ અને ભારત વિશેના તેમના વિચારો'ની કન્નડ આવૃત્તિના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા. દિનેશ ગુંડુ રાવે દાવો કર્યો હતો કે, કેટલાક લોકો કહે છે કે તેઓ બીફ પણ ખાતા હતા. એક બ્રાહ્મણ તરીકે તે માંસ ખાતા હતા અને ખુલ્લેઆમ માંસાહારીનું સમર્થન કરતા હતા. આ તેમના વિચાર હતા. રાવે વધુમાં કહ્યું કે, મહાત્મા ગાંધી હિંદુત્વમાં સાચા વિશ્વાસ ધરાવતા હતા અને તેઓ શાકાહારી હતા. પરંતુ તેમની ક્રિયાઓ અલગ હતી. પરંતુ તેઓ લોકશાહીવાદી હતા. મોહમ્મદ અલી ઝીણા વિશે રાવે કહ્યું કે, ઝીણા કટ્ટર મુસ્લિમ હતા. પરંતુ તેમણે દારૂ પીધો હતો અને કહેવાય છે કે ઝીણાએ ડુક્કરનું માંસ ખાધું હતું. પરંતુ બે રાષ્ટ્રની થિયરી આપ્યા બાદ અને રાજકારણ બાદ તેઓ પ્રતિષ્ઠિત મુસ્લિમ નેતા બની ગયા હતા. જિન્ના રૂઢિચુસ્ત ન હોતા. પરંતુ તેમનાથી વિપરીત, સાવરકર રૂઢિચુસ્ત હતા.
#WATCH | Bengaluru: Karnataka Minister Dinesh Gundu Rao says, "...Someone like Godse who assassinated Mahatma Gandhi was a fundamentalist as he believed what he was doing was right. This is the danger of fundamentalism. Even though you do all the most heinous crimes, you think… pic.twitter.com/Iu7tapdC78
— ANI (@ANI) October 3, 2024
મહાત્મા ગાંધી અને સાવરકર પર શું કહ્યું હતું?
તેમના નિવેદનમાં, રાવે તે સંદર્ભમાં પણ સ્પષ્ટતા કરી હતી કે, જેના હેઠળ તેમણે આ ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું કે, પુસ્તક વિમોચન સંબંધિત એક કાર્યક્રમમાં તેમણે મહાત્મા ગાંધીની હત્યા અંગે સારી ચર્ચા કરી હતી. ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તે મૂળભૂત રીતે મહાત્મા ગાંધી અને સાવરકર વચ્ચેના વિરોધાભાસ પર એક અવલોકન છે. મહાત્મા ગાંધી કેવી રીતે ધાર્મિક હતા અને સાવરકર નાસ્તિક હતા, મહાત્મા ગાંધી કેવી રીતે શાકાહારી હતા અને હિન્દુ ધર્મમાં માનતા હતા, જ્યારે સાવરકર માંસાહારી હતા અને આધુનિકતાવાદી હતા.
ભાજપની શું આવી પ્રતિક્રિયા?
ગુંડુ રાવના નિવેદનના જવાબમાં, BJP સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસને 'જૂઠાણાની ફેક્ટરી' ગણાવી અને ચેતવણી આપી કે દેશ સાવરકર પ્રત્યે કોઈપણ પ્રકારનો અનાદર સહન કરશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારતની છબી ખરાબ કરવા માટે વિશ્વભરમાં જૂઠાણું ફેલાવે છે અને તેમની પાર્ટીએ હવે સ્વતંત્રતા સેનાનીઓને બદનામ કરવાનું શરૂ કર્યું છે. અનુરાગ ઠાકુરે કહ્યું, "ભારત વીર સાવરકરનું અપમાન સહન નહીં કરે. કોંગ્રેસના નેતાઓએ વીર સાવરકર પાસેથી કંઈ શીખ્યું નથી અને માત્ર સત્તા ભોગવી છે."
આ પણ વાંચો: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા


