Maratha Reservation: SC એ આપ્યો મરાઠા અને મહારાષ્ટ્ર સરકારને અંતિમ અવસર
મરાઠા આંદોલન અને આરક્ષણ મુદ્દો
આશરે છેલ્લા છ મહિનાથી મહારાષ્ટ્રમાં મરાઠાઓ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આ આંદોલનના નિરાકરણ માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ ક્યારેક કાયદાને કારણે અથવા તો માનવ સમુદાયને કારણે આ આંદોલનનું નિરાકરણ આવી શક્યું નથી. જો કે હાલમાં આ મામલો સુપ્રીમ કોર્ટ પાસે છે.
સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો
ત્યારે સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ અંગેના તેના 5 મે, 2021 ના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી મહારાષ્ટ્ર સરકારની ક્યુરેટિવ પિટિશન પર સુનાવણીની તારીખ 24 જાન્યુઆરી નક્કી કરી છે. કારણ કે સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો.
5 મે, 2021 ના રોજ સુપ્રીમ કોર્ટે મરાઠા-આરક્ષણ કોલેજો, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાંથી નાબૂદ કરી દેવામાં આવ્યું હતું. કારણ કે મરાઠાઓ જે કારણસર 50 ટકા આરક્ષણની માંગ કરી રહ્યાં છે તે યોગ્ય પુરવાર થઈ નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી અનામતની ઓછી ટકાવારી પણ તેના અધિકારની બહાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મરાઠા સમુદાય માટે અલગ આરક્ષણ એ કલમ 14 (સમાનતાનો અધિકાર) અને 21 (કાયદાની યોગ્ય પ્રક્રિયા) નું પણ ઉલ્લંઘન છે.
આ પણ વાંચો: ડ્રોન બાદ મુંબઈ પરત ફરશે MV કેમ પ્લુટો…વાંચો અહેવાલ


