Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બીજાપુર-સુકમા બોર્ડર પર સુરક્ષા દળોને મોટી સફળતા, 12 નક્સલવાદીઓ ઠાર મરાયા

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘર્ષણ સવારે 9 વાગ્યે બીજાપુરના જંગલોમાં શરુ થયું હતું. જ્યારે સુરક્ષા કર્મચારીઓની એક સંયુક્ત ટીમ નકસલ વિરોધી અભિયાન માટે નિકળી હતી.
બીજાપુર સુકમા બોર્ડર પર સુરક્ષા દળોને મોટી સફળતા  12 નક્સલવાદીઓ ઠાર મરાયા
Advertisement
  • એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
  • ત્રણ ફોર્સના જોઇન્ટ ઓપરેશન બાદ મળી સફળતા
  • હજી પણ સમયાંતરે ફાયરિંગ આવી રહ્યું હોવાથી માહિતી અપૃષ્ટ

રાયપુર : એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘર્ષણ સવારે 9 વાગ્યે બીજાપુરના જંગલોમાં શરુ થયું હતું. જ્યારે સુરક્ષા કર્મચારીઓની એક સંયુક્ત ટીમ નકસલ વિરોધી અભિયાન માટે નિકળી હતી. મોડી સાંજ સુધીમાં બંન્ને તરફથી તબક્કાવાર ગોળીબાર થતો રહ્યો.

12 નક્સલવાદીઓ ઠાર મરાયા

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરવારે સુરક્ષા દળો સાથે થયેલા ઘર્ષણમાં 12 નકસવાદીઓ ઠાર મરાયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘર્ષણ સવારે 9 વાગ્યે દક્ષિણી બાજુપુરના જંગલોમાં થયું. જ્યારે સુરક્ષા કર્મચારીઓની એક સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નિકળી હતી. મોડી સાંજ સુધી બંન્ને તરફથી અટકી અટકીને ફાયરિંગ થતું રહ્યું.

Advertisement

આ પણ વાંચો : સૈફના નાના પુત્ર પર હુમલો કરવા લાગ્યો હતો હુમલાખોર ત્યારે... મેડે મોડી રાત્રે થયેલી સમગ્ર ઘટનાની વાત કરી

Advertisement

કોબરા કમાન્ડો, SRP અને CRPF નું સંયુક્ત ઓપરેશન

અધિકારીએ જણાવ્યું કે, આ અભિયાનમાં રાજ્ય પોલીસના ત્રણ જિલ્લાની રિઝર્વ પોલીસ, કોબરા કમાન્ડોની પાંચ બટાલિયન અને સીઆરપીએફની 229 બટાલિયનના જવાનો પણ જોડાયા હતા. અધિકારીએ કહ્યું કે, પ્રાથમિક રીતે ઘર્ષણમાં 12 નક્સલવાદીઓ ઠાર મરાયા હતા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાલ પણ ચાલી રહ્યું છે. માટે વિસ્તૃત માહિતીની રાહ જોવાઇ રહી છે.

સુરક્ષા દળોના કોઇ પણ જવાનને નુકસાન નહી

તેમણે જણાવ્યું કે, આ ઘર્ષણમાં સુરક્ષા દળોને કોઇ નુકસાન પહોંચ્યું નથી. આ સાથે જ આ મહિનામાં અત્યાર સુધી રાજ્યના અલગ અલગ ઘર્ષણમાં 26 નક્સલવાદીઓ ઠાર મરાઇ ચુક્યા છે. 12 જાન્યુઆરીએ બીજાપુર જિલ્લાને ધ્યાને રાખીને ક્ષેત્રમાં સુરા કર્મચારીઓ સાથે ઘર્ષણમાં બે મહિલાઓ સહિત પાંચ માઓવાદી ઠાર મરાયા હતા. ગત્ત વર્ષે રાજ્યમાં અલગ અલગ ઘર્ષણમાં સુરક્ષા દળોએ 219 નક્સવાદીઓને ઠાર માર્યા છે.

આ પણ વાંચો : Chhattisgarh: સુરક્ષાદળોને મળી મોટી સફળતા,અથડામણમાં 12 નકસલીઓને કરાયા ઠાર

Tags :
Advertisement

.

×