ભારત-મ્યાનમાર સરહદ પર સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 10 ઉગ્રવાદીઓ ઠાર
- મણિપુરમાં અથડામણ: 10 ઉગ્રવાદીઓ ઠાર
- ચંદેલ જિલ્લાના એન્કાઉન્ટરમાં મોટી સફળતા
- ભારત-મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદીઓનો અંત
- મણિપુરમાં આતંકી હરકત પર કડક કાર્યવાહી
- દક્ષિણ પૂર્વમાં સેના સામે આતંકવાદી નાકામ
India-Myanmar border : મણિપુરના ચંદેલ જિલ્લામાં ભારતીય સેના (Indian Army) ના આસામ રાઇફલ્સ યુનિટ (Assam Rifles unit) અને ઉગ્રવાદીઓ વચ્ચે બુધવાર, 14 મે 2025ના રોજ, ગોળીબારની ઘટના બની હતી. આ ઘટના ભારત-મ્યાનમાર સરહદ (Indo-Myanmar border) નજીક આવેલા ખેગજોય તહસીલના ન્યૂ સમતલ ગામ પાસે બની, જ્યાં સશસ્ત્ર ઉગ્રવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ જવાબી કાર્યવાહીમાં, આસામ રાઇફલ્સે (Assam Rifles) રણનીતિપૂર્વકના ઓપરેશનમાં 10 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઘટનાને સુરક્ષા દળોની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે, ખાસ કરીને મણિપુરમાં ચાલી રહેલી અશાંતિના સંદર્ભમાં.
ચોક્કસ ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન
ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડે X પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ચંદેલ જિલ્લાના ન્યૂ સમતલ વિસ્તારમાં સશસ્ત્ર ઉગ્રવાદીઓની હિલચાલ અંગે ચોક્કસ ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ હતી. આ માહિતીના આધારે, સ્પીયર કોર્પ્સ હેઠળના આસામ રાઇફલ્સ યુનિટે 14 મેના રોજ એક ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન દરમિયાન, શંકાસ્પદ ઉગ્રવાદીઓએ સૈનિકો પર અચાનક ગોળીબાર શરૂ કર્યો. જવાબમાં, આસામ રાઇફલ્સે સંયમ અને વ્યૂહાત્મક રીતે પ્રતિકાર કરીને 10 આતંકવાદીઓને ઠાર કર્યા.
Acting on specific intelligence on movement of armed cadres nearby New Samtal village, Khengjoy Tehsil, #Chandel District near the #Indo_MyanmarBorder, #AssamRifles unit under #SpearCorps launched an operation on 14 May 2025.
During the operation,… pic.twitter.com/KLgyuRSg11
— EasternCommand_IA (@easterncomd) May 14, 2025
ઉગ્રવાદીઓ પાસેથી મળ્યો દારૂગોળો
આ એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોએ આતંકવાદીઓના કબજામાંથી મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો જપ્ત કર્યા હતા. પૂર્વીય કમાન્ડે જણાવ્યું કે આ ઓપરેશનને "માપાંકિત" એટલે કે સુનિયોજિત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વધુ ઉગ્રવાદીઓ છુપાયેલા હોવાની શંકાને પગલે આસામ રાઇફલ્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન, ઉગ્રવાદીઓએ સૈનિકો પર હુમલો કર્યો, જેનો સુરક્ષા દળોએ મજબૂત રીતે સામનો કર્યો.
મણિપુરમાં અશાંતિ વચ્ચે મોટી સફળતા
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ અને હિંસાના વાતાવરણ વચ્ચે આ ઓપરેશનને સુરક્ષા દળોની નોંધપાત્ર સિદ્ધિ તરીકે ગણવામાં આવે છે. ચંદેલ જિલ્લો, જે ભારત-મ્યાનમાર સરહદે આવેલો છે, તે ઉગ્રવાદી પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ વિસ્તાર રહ્યો છે. આ ઓપરેશન દ્વારા સુરક્ષા દળોએ ન માત્ર ઉગ્રવાદીઓને નિષ્ક્રિય કર્યા, પરંતુ આ વિસ્તારમાં સ્થિરતા લાવવાના પ્રયાસોને પણ મજબૂતી આપી.
જોલેન્ડ રાજ્યનું સ્વપ્ન અને સરહદ સીલ
ભારત-મ્યાનમાર સરહદી વિસ્તારમાં લાંબા સમયથી કેટલાક ઉગ્રવાદી સંગઠનો દ્વારા "જોલેન્ડ" નામનું અલગ રાજ્ય રચવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે, ભારત સરકાર અને ભારતીય સેનાએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. સરકારે મ્યાનમાર સાથેની સરહદને સંપૂર્ણપણે સીલ કરી દીધી અને મુક્ત અવરજવરની નીતિનો અંત લાવ્યો. આ નિર્ણયથી જોલેન્ડ રાજ્યનું સ્વપ્ન ચકનાચૂર થયું છે. ભૂતકાળમાં, નાગા અને કુકી સમુદાયોએ પણ આ પ્રકારના પ્રયાસોનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપીને, કેન્દ્ર સરકાર અને સેનાએ આ કડક પગલું ભર્યું, જેના પરિણામે સરહદી વિસ્તારમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળી.
આ પણ વાંચો : ફરી ઝૂક્યો પડોશી દેશ! પાકિસ્તાને BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને મુક્ત કર્યો


