Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, શોપિયામાંથી હથિયારો સાથે 2 આતંકી ઝડપાયા

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોને આતંકવાદ સામે લડતમાં મોટી સફળતા મળી છે. ડી.કે. પોરા વિસ્તારમાં ભારતીય સેના, શોપિયા પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકવાદીઓને ધરપકડ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી 2 પિસ્તોલ, 4 ગ્રેનેડ, 43 જીવતા કારતૂસ અને વાંધાજનક સામગ્રી મળી આવી છે.
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા  શોપિયામાંથી હથિયારો સાથે 2 આતંકી ઝડપાયા
Advertisement
  • જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા
  • શોપિયામાંથી હથિયાર સાથે બે આતંકી પકડાયા
  • ડીકે પોરામાંથી સુરક્ષાદળોએ પકડ્યા આતંકી
  • 2 પિસ્તોલ, 4 ગ્રેનેડ, 43 જીવતા કારતૂસ જપ્ત કર્યા
  • વાંધાજનક સામગ્રી પણ આતંકી પાસેથી મળી
  • શોપિયા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ આતંકવાદ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. શોપિયાના ડી.કે. પોરા વિસ્તારમાંથી સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ સંયુક્ત કાર્યવાહી ભારતીય સેના, શોપિયા પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ધરપકડ અને જપ્ત કરેલી સામગ્રી

સુરક્ષાદળોએ ચોક્કસ ગુપ્તચર માહિતીના આધારે ડી.કે. પોરા વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 2 આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યા. આ આતંકીઓ આતંકવાદી સંગઠનોના મદદગાર તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસેથી જપ્ત કરવામાં આવેલી સામગ્રીમાં નીચેનો સમાવેશ થાય છે:

Advertisement

  • 2 પિસ્તોલ
  • 4 હેન્ડ ગ્રેનેડ
  • 43 જીવતા કારતૂસ
  • અન્ય વાંધાજનક અને ગુનાહિત સામગ્રી

Advertisement

ઓપરેશન દરમિયાન કોઈ જાનહાનિ નહીં

આ હથિયારો અને સામગ્રીનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિઓ માટે થઈ શકે તેમ હતો, જેને સુરક્ષાદળોએ સમયસર નિષ્ફળ બનાવી દીધો. આ ઓપરેશનથી આતંકવાદી નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. જણાવી દઇએ કે, આ કાર્યવાહીમાં ભારતીય સેના, CRPF અને શોપિયા પોલીસની ટીમોએ ઉચ્ચ સ્તરનું સંકલન દર્શાવ્યું. ગુપ્તચર માહિતીના આધારે ઝડપી કાર્યવાહી કરીને આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી. આ ઓપરેશન દરમિયાન કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

સેનાએ જમ્મુ-કાશ્મીરમાં ઘણા આતંકવાદીઓને ઠાર માર્યા

ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ, સુરક્ષા દળો દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. આ સમય દરમિયાન, સુરક્ષા દળોએ ઘણા આતંકવાદીઓની ધરપકડ કરી છે, જ્યારે ઘણા આતંકવાદીઓને ઠાર પણ માર્યા છે. થોડા દિવસો પહેલા જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારતીય સેના દ્વારા 'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચો :   Operation Sindoor : યુદ્ધ વિરામ ભંગનું સ્થળ નેસ્તોનાબૂદ કરાયું, ભારતીય સેનાએ નવો વીડિયો કર્યો જાહેર

Tags :
Advertisement

.

×