શરદ પવારનો રાજનીતિમાંથી સન્યાસ લેવાનો ઇન્કાર, સુપ્રિયા સુલેએ કહ્યું એવું કરીને તેમણે...
Maharashtra Politics: મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં કાર્યક્રમ દરમિયાન બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ નામ લીધા વગર અજિત પવાર પર નિશાન સાધ્યું છે. સાથે જ 2022 માં શિવસેનામાં વિભાજન અંગે ટિપ્પણી કરી.
Supriya Sule News : એનસીપી (શરદ પવાર)ના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ સુપ્રિયા સુલેએ શુક્રવારે કહ્યું કે, તેમના પિતા અને અનુભવી રાજનેતા શરદ પવારે સક્રિય રાજનીતિમાંથી સન્યાસ લેવાનો ઇન્કાર કરીને અનેક લોકોને ઝટકો આપ્યો છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એક કાર્યક્રમમાં બોલતા બારામતીના સાંસદે 2022 માં શિવસેનામાં વિભાજન અંગે કેટલીક ટિપ્પણી કરી, જેનું એક જૂથ હવે વિપક્ષી મહાવિકાસ અઘાડી (MVA) માં તેમની પાર્ટીના સહયોગી છે.
આ પણ વાંચો : Ahmedabad : સિવિલ મેડિસિટી ખાતે 17 મી ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ યોજાઈ
સુપ્રીયા સુલેએ વ્યક્ત કરી પ્રતિક્રિયા
શરદ પવાર જુથના સાંસદ સુપ્રીયા સુલેએ કોલ્હાપુર જિલ્લાના હાતકણંગલેથી શિવસેના સાંસદ ધૈર્યશીલ માનેને કહ્યું કે, જો તમારી પાર્ટી એટલા માટે તુટી ગઇ કારણ કે તમારા નેતાએ સંગઠન અને તેના કાર્યકર્તાઓને પુરતો સમય નથી આપ્યો, જ્યારે અમારી પાર્ટી એટલા માટે તુટી ગઇ કારણ કે અમારા નેતાએ પાર્ટીને ઘણો સમય આપ્યો.
જુન 2022 માં શિવસેના થઇ હતી વિભાજીત
જુન 2022 માં જ્યારે શિવસેનાના વિભાજીત થયા બાદ એકનાથ શિંદેના નેતૃત્વવાળા વિદ્રોહી જૂથ ભાજપની સાથે જતા રહ્યા હતા, આ દરમિયાન એકનાથ શિંદેએ સીએમની ખુરશી સંભાળી હતી. તે સમયે શિદેએ પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પર પોતાના નિર્વાચિત પ્રતિનિધીઓની ઉપેક્ષા કરવા અને અનસુની કરવાનો આરોપ લગાવ્યો હતો. હાલ ભાજપના નેતૃત્વવાળી મહાયુતી સરકારમાં એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને મોહમ્મદ યુનુસે નકલી ગણાવી, શેખ હસીનાએ કહ્યું હતું ખોટું
સુપ્રિયા સુલેનું અજિત પવાર પર નિશાન
સુલેએ પોતાના પિતા અને એનસીપી અધ્યક્ષ શરદ પવારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે સક્રિય રાજનીતિ છોડવાથી ઇન્કાર કરીને અનેક લોકોને હૈરતમાં નાખી દીધા. એનસીપી પ્રમુખ અને ડેપ્યુટી સીએમ અજિત પવારે પહેલા પોતાના કાકા શરદ પવારની ઉંમરન અંગે કટાક્ષ કર્યો હતો.
અજિત પવારે કાકા ની ઉંમર અંગે શું કહ્યું હતું?
અજિત પવારે થાણેમાં પાર્ટી કાર્યકર્તાઓેને સંબોધિત કરતા કહ્યું હતું, મહારાષ્ટ્ર સરકારના કર્મચારી 58 વર્ષની ઉંમરમાં રિટાયર થાય છે. મોટા ભાગના લોકો સામાન્ય રીતે 75 વર્ષ થયા બાદ પોતાના સક્રિય જીવન બંધ કરી દેતા હોય છે પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે 80 વર્ષની ઉંમર પાર કરવા અને 84 વર્ષ વર્ષના થયા બાદ પણ રિટાયર થવા માટે તૈયાર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અજિત પવાર અને તેમના પ્રત્યે વફાદાર આઠ જુલાઇ 2023 માં મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ સરકારમાં જોડાઇ ગયા હતા. જેના કારણે 1999 માં શરદ પવાર દ્વારા સ્થાપિત એનસીપીમાં વિભાજન થઇ ગયું હતું.
આ પણ વાંચો : Bharuch : પનીરની સબ્જીમાંથી ચિકનનાં ટુકડા નીકળવા મામલે રેસ્ટોરન્ટ સામે મોટી કાર્યવાહી


