Stray Dogs Case માં ધારદાર દલીલો થઈ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
- Stray Dogs Case માં સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશોની ખાસ બેન્ચ સમક્ષ સુનાવણી થઈ
- Stray Dogs Case ની સુનાવણીમાં બંને પક્ષો તરફથી ધારદાર દલીલો કરવામાં આવી
- કોઈ પ્રાણીઓને નફરત કરતું નથી, પરંતુ સુરક્ષા જરુરી છે - દિલ્હી સરકાર
- નિયમો સમસ્યાનો ઉકેલ લાવશે નહીં - દિલ્હી સરકાર
- શ્વાનોની નસબંધી કરીને કાયમ માટે આશ્રયસ્થાનોમાં કેવી રીતે રાખી શકાય ? -Kapil Sibbal
- કોર્ટે હાલ પૂરતો પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે
Stray Dogs Case : દિલ્હી-NCR માં રખડતા શ્વાનોના કેસ (Stray Dogs Case) માં સુપ્રીમ કોર્ટે શ્વાનોને શેલ્ટર હોમ્સમાં મોકલવાનો નિર્દેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશ બાદ હોબાળો મચી ગયો છે. આજે આ Stray Dogs Case માં સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશોની ખાસ બેન્ચ સમક્ષ સુનાવણી થઈ. જેમાં દિલ્હી સરકાર તરફથી સોલિસિટર જનરલે તુષાર મહેતા (Tushar Mehta) અને અરજદાર તરફથી વરિષ્ઠ વકીલ સિબ્બલ (Kapil Sibbal) એ કોર્ટમાં ધારદાર દલીલો કરી. જો કે સુપ્રીમ કોર્ટે આ સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો.
કોઈ પ્રાણીઓને નફરત કરતું નથી - દિલ્હી સરકાર
આજે સુપ્રીમ કોર્ટમાં 3 ન્યાયાધીશોની ખાસ બેન્ચ સમક્ષ દિલ્હી-NCR માં રખડતા શ્વાનોના કેસ (Stray Dogs Case) ની સુનાવણી થઈ. જેમાં દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા (Tushar Mehta) એ જણાવ્યું હતું કે, નસબંધીને કારણે શ્વાનના કરડવાની ઘટનાઓ અટકી રહી નથી. બાળકો મૃત્યુ પામી રહ્યા છે. કોઈ પ્રાણીઓને નફરત કરતું નથી પરંતુ સુરક્ષા જરુરી છે. દેશમાં આવા ઘણા ચોંકાવનારા કિસ્સાઓ છે.
Stray Dogs Case Gujarat First-14-08-2025-
નિયમો સમસ્યાનો ઉકેલ લાવશે નહીં - દિલ્હી સરકાર
કોર્ટ સમક્ષ દલીલ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કોઈ શ્વાનોને મારવાનું કહી રહ્યું નથી. અમે ફક્ત તેમને માનવ વસ્તીથી દૂર રાખવાનું કહી રહ્યા છીએ. લોકો બાળકોને બહાર મોકલવાથી ડરે છે. નિયમો સમસ્યાનો ઉકેલ લાવશે નહીં. કોર્ટે હસ્તક્ષેપ કરવો પડશે. તેમણે કહ્યું કે, કોઈપણ દેશમાં બે પક્ષો હોય છે. બહુમતી છે તે મોટેથી બોલે છે પણ બીજી તરફ ચૂપચાપ સહન કરે છે. જ્યારે અહીં એક અવાજ ઉઠાવતી લઘુમતી છે, જે ચિકન ખાય છે અને હવે પ્રાણી પ્રેમી બની ગઈ છે.
આ પણ વાંચોઃ Uttar Pradesh Assembly Monsoon Session: અખિલેશના PDA પર યોગી આદિત્યનાથનો પ્રહાર
શ્વાનોની નસબંધી કરીને કાયમ માટે આશ્રયસ્થાનોમાં કેવી રીતે રાખી શકાય?- સિબ્બલ
અરજદારો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ (Kapil Sibbal) એ કોર્ટને કહ્યું કે, શેરીઓમાંથી શ્વાનો ઉપાડવાનો નિર્ણય હાલ પૂરતો બંધ કરવો જોઈએ અને અમને જવાબ આપવા માટે સમય આપવો જોઈએ. સિબ્બલે કહ્યું કે, શ્વાનોને ક્યાં રાખવામાં આવશે ? શ્વાનોની નસબંધી કરીને કાયમ માટે આશ્રયસ્થાનોમાં કેવી રીતે રાખી શકાય ? શેલ્ટર હોમ ભરેલા હોય છે, તો તેમને ક્યાં રાખવામાં આવશે? શ્વાનોને પકડવા પર પ્રતિબંધ હોવો જોઈએ. કપિલ સિબ્બલે કહ્યું કે, કોર્ટના નિર્દેશો કહે છે કે નસબંધી પછી શ્વાનોને છોડવામાં આવશે નહીં. તો પછી તેઓ ક્યાં જશે? આ નિયમોની વિરુદ્ધ છે. આ અટકવું જોઈએ. જ્યારે મોટી સંખ્યામાં શ્વાનોને આશ્રયસ્થાનમાં એકસાથે રાખવામાં આવે છે ત્યારે તેઓ એકબીજા પર હુમલો કરશે.
Stray Dogs Case Gujarat First-14-08-2025--
કોર્ટનું અવલોકન
આજે સુપ્રીમ કોર્ટમાં 3 ન્યાયાધીશોની ખાસ બેન્ચ સમક્ષ દિલ્હી-NCR માં રખડતા શ્વાનોના કેસ (Stray Dogs Case) ની સુનાવણી થઈ. જેમાં બંને પક્ષો તરફથી ધારદાર દલીલો થઈ. કોર્ટને જાણ કરાઈ કે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બુધવારે સાંજે જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તે પહેલાં જ શેરીઓમાંથી શ્વાનો ઉપાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેના પર કોર્ટે પૂછ્યું કે આ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે ? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે આજે કેસ બંધ કરશે નહીં. તે ફક્ત જોશે કે નિર્ણયના કયા ભાગો પર વાંધો છે અને તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં ? કોર્ટે કહ્યું કે, ઉકેલ શોધવો મહત્વપૂર્ણ છે. ઉકેલ શોધવો જોઈએ અને વિવાદ વધારવો જોઈએ નહીં. આમ, કહીને કોર્ટે હાલ પૂરતો પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.
રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો
3 જજની વિશેષ બેન્ચમાં રખડતા શ્વાન મુદ્દે સુનાવણી
રખડતા શ્વાન બાળકો પર હુમલાઓ કરે છેઃ SG
2 જજની બેન્ચે શ્વાનને શેલ્ટર્સમાં ખસેડવા આદેશ કર્યો હતો
આદેશ પર વચગાળાના સ્ટેની માગ સાથે થઈ હતી અરજીઓ
અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે… pic.twitter.com/NAcGX2ltBQ— Gujarat First (@GujaratFirst) August 14, 2025


