શશિ થરૂર કરી રહ્યા છે કન્ફ્યુઝ! ભાજપના વખાણ કર્યાની 8મી મિનિટે કોંગ્રેસનો જયજયકાર
- શશિ થરૂર કોંગ્રેસને કરી રહ્યા છે કન્ફ્યુછ
- લાંબા સમયથી અવગણનાને કારણે છે પરેશાન
- ભાજપના વખાણ કરતી પોસ્ટ બાદ ફેરવી તોળ્યું
Shashi Tharoor: શશિ થરૂરે આજે સવારે 8 મિનિટની અંદર સોશિયલ મીડિયા પર બે પોસ્ટ કરી હતી. પહેલા હું મોદી સરકારના એક નિર્ણયના વખાણ કરતા જોવા મળ્યા તો બીજામાં તેમણે પ્રિયંકા ગાંધીની એક માંગનો સપોર્ટ કર્યો.
શશિ થરૂરે પહેલા ગોયલના કર્યા વખાણ
શશિ થરૂરે આજે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બે પોસ્ટ કરી હતી. પહેલામાં તેમણે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની સાથે તસ્વીર શેર કરી અને બીજામાં તેમણે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીની એક માંગનું સમર્થન કરતા જોવા મળ્યા હતા.
એક સાથે બે સોશિયલ મીડિયા પોસ્ટ
શશિ થરૂરના બે સોશિયલ મીડિયા પોસ્ટની ચર્ચા અહીં એટલા માટે થઇ રહી છે કારણ કે ગત્ત બે અઠવાડીયાથી તેમના નિવેદને રાજનીતિક જુથોમાં હલચલ મચાવેલી છે. અત્રે ઉલ્લેઘનીય છે કે, ગત્ત દિવસોમાં તેમણે પાર્ટી લાઇનથી ઉપર જઇને આ વાત કરી હતી. તેઓ પોતાને નજર અંદાજ કરવા અંગે પોતાનાં વલણ દેખાડતા જોવા મળ્યા હતા. તેવામાં આજે તેમને આ બે પોસ્ટ થોડી કન્ફ્યુઝ કરતા જોવા મળી રહ્યા છે.
પહેલી પોસ્ટમાં મોદી સરકારના વખાણ
શશિ થરૂર સવારે 08.47 વાગ્યે પોતાની પહેલી પોસ્ટમાં કેન્દ્ર સરકારે તે પગલાના વખાણ કરતા જોવા મળ્યા. જેમાં બ્રિટનની સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ વાર્તા ફરીથી શરૂ કરવામાં આવી છે. તેમણે લખ્યું કે, બ્રિટનના વ્યાપાર અને કારોબાર અંગે રાજ્ય સચિવ જોનાથન રેનોલ્ડ્સની સાથે તેમના ભારતીય સમકક્ષ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં વાતચીત કરીને સારુ લાગ્યું. લાંબા સમયથી અટકેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મંત્રણા ફરીથ શરૂ થઇ ચુકી છે, આ ખુબ જ સ્વાગત યોગ્ય વાત છે.
આ પણ વાંચો : Ahmedabad : 614 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર નગરદેવીની રથયાત્રા
બીજી પોસ્ટમાં પ્રિયંકા ગાંધીનો સપોર્ટ
તેની 8 મિનિટ બાદ શશિ થરૂરે એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે અખબારની એક લિંક શેર કરી જેમાં પ્રિયંકા ગાંધી વાયનાડ લેન્ડસ્લાઇડમાં પીડિત પરિવારોને આપવામાં આવી રહેલા અનુદાનમાં બદલવા અને તેને ખર્ચ કરવાની સમય મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. શશિ થરૂરે લખ્યું કે, હું પ્રિયંકા ગાંધીની આ ડિમાન્ડનું સંપુર્ણ સમર્થન કરુ છું કે, વાયનાડ લેન્ડ સ્લાઇડથી પ્રભાવિત લોકોને રાહત તરીકે જે લોન આપવામાં આવી તેને અનુદાનમાં તબ્દીલ કરવામાં આવવી જોઇએ અને આ ખર્ચ કરવાની સમય સીમા પણ વધારવામાં આવવી જોઇએ.
આ પણ વાંચો : Maha Shivratri Mahakumbh : આજે મહાકુંભનું છેલ્લું સ્નાન, પ્રયાગરાજમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ