Shashi Tharoor : રાષ્ટ્ર સર્વોચ્ચ છે અને પક્ષો દેશને વધુ સારો બનાવવાનું એક માધ્યમ છે
- તિરુવનંતપુરમના સાંસદ Shashi Tharoor એ રાજકીય પક્ષોની ભૂમિકા સ્પષ્ટ કરી
- શશી થરૂરે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની પંક્તિઓ ટાંકી
- જો ભારત મરી જશે, તો કોણ બચશે? - શશી થરૂર
Shashi Tharoor : કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ના સભ્ય શશિ થરૂર (Shashi Tharoor) એ કહ્યું કે, રાષ્ટ્ર સર્વોચ્ચ છે અને પક્ષો દેશને વધુ સારો બનાવવાનું એક માધ્યમ છે. તિરુવનંતપુરમના સાંસદ (Thiruvananthapuram MP) શશિ થરૂરે એ પણ કહ્યું કે, તેઓ દેશના સશસ્ત્ર દળો અને સરકારને ટેકો આપવાના તેમના વલણને યથાવત રહેશે કારણ કે મારું માનવું છે કે આ વલણ દેશ માટે યોગ્ય છે.
પક્ષોની ભૂમિકા અંગે કરી સ્પષ્ટતા
શશી થરૂર (Shashi Tharoor) એક કાર્યક્રમમાં 'શાંતિ, સંવાદિતા અને રાષ્ટ્રીય વિકાસ' વિષય પર એક ખાનગી કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, દેશને ઉન્નત કરવામાં રાજકીય પક્ષો કેવી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે પોતાના વલણ પર પણ પ્રકાશ પાડ્યો હતો. શશી થરૂરે આગળ કહ્યું કે, જેમ તમે જાણો છો તે પ્રમાણે ઘણા લોકોએ મારા વલણની ખૂબ ટીકા કરી છે, કારણ કે તાજેતરમાં જે બન્યું તે પછી મેં સશસ્ત્ર દળો અને આપણી સરકારને ટેકો આપ્યો છે. જો કે હું મારું આ વલણ યથાવત રાખીશ કારણ કે આ વલણ દેશ માટે યોગ્ય છે. તેમણે આગળ કહ્યું કે, જ્યારે હું ભારતની વાત કરું છું, ત્યારે હું બધા ભારતીયોની વાત કરું છું, ફક્ત તે લોકો વિશે નહિ જેઓ મારા પક્ષને પસંદ કરે છે..
આ પણ વાંચોઃ Changur Baba Exploit: UP પોલીસનું ઓપરેશન અસ્મિતા, છાંગુર બાબાએ PM Modi ના ફોટાવાળા લેટરહેડનો ઉપયોગ કર્યો
જો ભારત મરી જશે, તો કોણ બચશે?
શશી થરૂરે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) ની પંક્તિઓ ટાંકીને કહ્યું કે, જો ભારત મરી જશે, તો કોણ બચશે? અને તેમણે તમામ પક્ષોના નેતાઓ અને લોકોને અપીલ કરી કે જ્યારે દેશ જોખમમાં હોય ત્યારે મતભેદોને બાજુ પર રાખે. શશી થરૂરે આગળ કહ્યું કે, કમનસીબે, કોઈપણ લોકશાહીમાં, રાજકારણ સ્પર્ધા પર આધારિત હોય છે પરિણામે, જ્યારે મારા જેવા લોકો કહે છે કે અમે અમારા પક્ષોનો આદર કરીએ છીએ અમારા કેટલાક મૂલ્યો અને માન્યતાઓ છે જે અમને અમારા પક્ષોમાં રાખે છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં અમારે અન્ય પક્ષો સાથે સહયોગ કરવાની જરૂર છે. ત્યારે ક્યારેક પક્ષોને લાગે છે કે આ તેમના પ્રત્યે વિશ્વાસઘાત છે અને તે એક મોટી સમસ્યા બની જાય છે.
Video | Ernakulam: Congress MP Shashi Tharoor (@ShashiTharoor) says, "...Nation first has always been my philosophy. I came back to India after many years of international service only to serve the country and whatever way I can do that, through politics or outside politics, I… pic.twitter.com/9C6a20NcA9
— Press Trust of India (@PTI_News) July 19, 2025
સમાવેશી વિકાસ મારો મંત્ર
જ્યારે શશિ થરૂરને પૂછવામાં આવ્યું કે શું તેમને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કોઈ સમસ્યા છે ? ત્યારે તેમણે કહ્યું કે, તેઓ અહીં કોઈ રાજકારણ કે સમસ્યા પર ચર્ચા કરવા આવ્યા નથી. શશિ થરૂરે કહ્યું કે, હું 2 ભાષણો આપવા આવ્યો છું, બંને એવા વિષયો પર કે જેનો મને આશા છે કે જનતા આદર કરશે. પહેલું ભાષણ વિકાસ, વ્યવસાયોની ભૂમિકા અને શાંતિ અને સંવાદિતા પર જ્યારે બીજું ભાષણ મુખ્યત્વે સાંપ્રદાયિક સંવાદિતા પર છે. રાજકારણમાં મારા 16 વર્ષ દરમિયાન સમાવેશી વિકાસ મારો મંત્ર રહ્યો છે અને હું સમાવેશીતા અને વિકાસમાં વિશ્વાસ રાખું છું. હું રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય હિતમાં પણ વિશ્વાસ રાખું છું.
આ પણ વાંચોઃ Bihar Election 2025 : મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ બનશે, જેડીયુની સ્પષ્ટતા


