Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shatrughan Sinha: હિન્દુ હિન્દુ કેમ કર્યા કરો છો?

શત્રુઘ્ન સિંહાએ કહ્યું- આ પ્રચાર યુધ્ધ છે
shatrughan sinha  હિન્દુ હિન્દુ કેમ કર્યા કરો છો
Advertisement

Shatrughan Sinha: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા અંગે પૂછવામાં આવેલ સવાલ સાંભળીને શત્રુઘ્ન સિંહા પત્રકાર પર ગુસ્સે  થઈ ગયા. તેમણે કહ્યું- હિન્દુઓ હિન્દુઓ કેમ કર્યા કરો છો?. આ વિડીયો જોયા બાદ લોકો હવે તેની પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

  • પહેલગામ આતંકી હુમલા પર પૂછવામાં આવેલા સવાલ પર શત્રુઘ્ન સિંહા ગુસ્સે થઈ ગયા
  • સિન્હાએ તણાવ ન વધારવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે ઘાને મટાડવાની જરૂર છે
  • તેમના આ વલણને જોઈને લોકો ફરી એકવાર સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસારન ખીણમાં મંગળવારે બપોરે આતંકવાદીઓએ હાજર પ્રવાસીઓ સાથે લોહીયાળ રમત રમી હતી. આ ઘટનાએ આ સમયે બધાના દિલ હચમચાવી દીધા છે. સલમાન ખાન, શાહરૂખ ખાન, અનુપમ ખેર અને જાવેદ અખ્તર જેવી ઘણી હસ્તીઓએ આ ઘટના સામે અવાજ ઉઠાવ્યો છે. હવે ભૂતપૂર્વ એક્ટર અને સોનાક્ષી સિન્હાના પિતા શત્રુઘ્ન સિન્હાએ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

Advertisement

હિન્દુઓ અને મુસ્લિમો બધા ત્યાં ભારતીયો છે

આ ઘટના પર વાત કરતા શત્રુઘ્ન સિંહાએ તેને પ્રચાર યુદ્ધ ગણાવ્યું છે. સાથે જ આ મુદ્દાને સંવેદનશીલ ગણાવીને લોકોને તણાવ ન વધારવાની અપીલ કરી છે.
આતંકવાદી હુમલા અંગે વાત કરતા શત્રુઘ્ન સિન્હાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેણે પહેલગામ વિશે પૂછેલા સવાલનો સૌથી પહેલા જવાબ આપ્યો અને પૂછ્યું - શું ઘટના બની છે? આના પર, પ્રશ્ન પૂછનાર વ્યક્તિએ કહ્યું - ત્યાં હિન્દુઓ સાથે શું થઈ રહ્યું છે... આ સાંભળીને શત્રુઘ્ન સિંહા ગુસ્સે થઈ ગયા. તેણે પાછળ ફરીને પૂછ્યું, તેઓ હિન્દુઓ, હિન્દુઓ કેમ કરી રહ્યા છે?  હિન્દુઓ અને મુસ્લિમો, બધા ત્યાં ભારતીયો છે.

Advertisement

શત્રુઘ્ન સિંહાએ કહ્યું- આ પ્રચાર યુદ્ધ ખૂબ ચાલી રહ્યું છે

'આ ગોદી મીડિયા ખૂબ ચર્ચા ચલાવી રહ્યું છે, આ પ્રચાર યુદ્ધ ખૂબ ચાલી રહ્યું છે. અમારા મિત્ર માનનીય વડાપ્રધાન મોદીજી વતી અને તેમના જૂથ વતી. આ ખૂબ જ ચલાવે  છે. મને લાગે છે કે આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને તેની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. ટેન્શન વધે એવું કશું કહેવું કે કરવું જોઈએ નહીં. ઘાને હજી રૂઝની જરૂર છે.

લોકોએ પ્રતિક્રિયા આપી અને કહ્યું- શું પીડિતો ખોટું બોલી રહ્યા છે ?

હવે આ વિડીયો પર લોકો ફરી એકવાર તેની પુત્રી Sonakshi  સોનાક્ષીના લગ્ન માટે વિવાદ કરવા લાગ્યા છે. તેમાંથી એકે કહ્યું- તે પોતે પાકિસ્તાની એજન્ટ છે. તે જ સમયે, અન્ય યુઝરે કહ્યું - इनकी क्यों जल रही है?બીજા એકે કહ્યું-नफरत हो गई है इन्हें जब से इनकी बेटी की शादी हुई।    કેટલાકે પૂછ્યું - શું પીડિતા અહીં પડી છે? એક વ્યક્તિએ પૂછ્યું: જો આપણે બધા ભાઈઓ છીએ, તો પછી આતંકીઓએ હિંદુઓને જ કેમ માર્યા? ' સૌથી પહેલા તો આપણે આવા લોકોને પાઠ ભણાવવો જોઈએ જેઓ આપણા પોતાના હોવા છતાં દેશદ્રોહી નીકળે છે.

આ પણ વાંચો: Pahalgam Terror Attack: 3000 કરોડનું નુકસાન, અટારી-વાઘા બોર્ડર બંધ થવાથી પાકિસ્તાનને થશે આ નુકસાન

Tags :
Advertisement

.

×