Shubhanshu Shukla નું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું, મુખ્યમંત્રી રેખા ગુપ્તા રહ્યા ઉપસ્થિત
- Shubhanshu Shukla નું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું
- મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ખુદ ઉપસ્થિત રહીને કર્યુ ઉમળકાભેર સ્વાગત
- રેખા ગુપ્તા ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત રહ્યા
Delhi: સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવનારા અને નાસાના એક્સિઓમ-4 અવકાશ મિશનના પાયલોટ શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) સ્વદેશ પધારી ચૂક્યા છે. દિલ્હી એરપોર્ટ પર મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Chief Minister Rekha Gupta) અને કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે તેમનું ભવ્ય સ્વાગત કર્યુ. શુભાંશુ શુકલાએ તાજેતરમાં જ અવકાશમાં 18 દિવસ વિતાવ્યા હતા.
એરપોર્ટ પર Shubhanshu Shukla ને આવકારવા ભીડ ઉમટી પડી
અવકાશમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) માદરેવતન પરત ફર્યા છે. તેમનું વિમાન રવિવારે મોડી રાત્રે દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતર્યુ. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Chief Minister Rekha Gupta) , કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ, ISROના વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓના જૂથ અને મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ. શુભાંશુના પત્ની કામના શુક્લા અને પુત્ર પણ તેમની સાથે હાજર હતા.
આ પણ વાંચોઃ Rahul Gandhi આજે બિહારમાં મતદાર અધિકાર યાત્રા શરુ કરશે
ભારત માતા કી જયના નારા લાગ્યા
વડાપ્રધાન મોદીને મળશે Shubhanshu Shukla
શુભાંશુ આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) ને પણ મળશે અને તેમના વતન લખનૌની મુલાકાત લેશે. તેઓ 22-23 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.