Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sirohi: વહેલી સવારે નેશનલ હાઇવે 27 પર આબુરોડ નજીક સર્જાયો ગોઝારો અકસ્માત, 6 લોકોના મોત

Sirohi: સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર આજે વહેલી સવારના સમયમાં એક દુઃખદ માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે.
sirohi  વહેલી સવારે નેશનલ હાઇવે 27 પર આબુરોડ નજીક સર્જાયો ગોઝારો અકસ્માત  6 લોકોના મોત
Advertisement
  1. અમદાવાદથી જાલોર જઈ રહેલી કારને નડ્યો અકસ્માત
  2. એક જ પરિવારના 6 સભ્યોના ઘટના સ્થળે નીપજ્યા મોત
  3. આબુરોડ નજીક નજીક ટ્રેલર અને કારમાં વચ્ચે થયો અકસ્માત

Sirohi: સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર આજે વહેલી સવારના સમયમાં એક દુઃખદ માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. આબુરોડ નજીકના વિસ્તારમાં એ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમદાવાદથી જાલોર જઈ રહી એક કાર ટ્રેલર પાછળ ધૂસી ગઈ હતી . આ અકસ્માતના કારણે, એક જ પરિવારના 6 સભ્યોનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. અકસ્માતના સ્થળે ભારે ધડાકા સાથે ટ્રેલર અને કાર વચ્ચે અથડામણ થઈ હતી.

આ પણ વાંચો: Bhavnagar: 75 લાખ રૂપિયાની લૂંટ, ચિત્રા SBI બેંક બહારના સીસીટીવીમાં કેદ થઈ લૂંટની ઘટના

Advertisement

સિરોહી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

આ દુઃખદ ઘટનાની જાણ મળતાં જ સિરોહી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતની ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાને સારવાર માટે સિરોહી હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જ્યારે 6 મૃતદેહોને આબુરોડ સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યાં છે. એક જ પરિવારના 6 લોકોના મોત થવાથી અત્યારે પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: હોળીના પર્વ પેહલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ

દિવસે દિવસે કેમ વધી રહ્યાં છે રોડ અકસ્માતો?

આબુરોડના વિનાયક પેટ્રોલ પંપ નજીક સર્જાયેલા આ અકસ્માતથી નેશનલ હાઇવે 27 પર વધુ સાવધાની રાખવાની આવશ્યકતા વધારવામાં આવી છે. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા અકસ્માતોને રોકવા અને તેવા વધુ ઘટનાઓ ટાળવા માટે કડક પગલાં લેવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો કે, અહીં વારંવાર અકસ્માતો થતા રહે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે 6 લોકોના મોત થયા જેનાથી ઘટના સ્થળ પર પણ લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×