કોઇકે જમીનો વેચી તો કોઇકે કર્યું કરોડોનું દેવું, અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોની દર્દનાક દાસ્તાન
- આકાશદીપના પિતાએ જણાવ્યું કે અમે ખાનદાનની તમામ જમીન વેચી
- 45 લાખ રૂપિયા કરતા પણ વધારેનો ખર્ચ કરીને આકાશદીપને અમેરિકા મોકલ્યો
- જાન્યુઆરીમાં અમેરિકા પહોંચ્યો અને ફેબ્રુઆરી મહિનામાં તેને ડિપોર્ટ કરી દેવાયો
નવી દિલ્હી : ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા 104 ભારતીય નાગરિકો પોતાના દેશમાં પાછા ફર્યા છે. આ ભારતીયોમાં પંજાબના રહેવાસી આકાશદીપ સિંહનું નામ પણ સામેલ છે. આકાશદીપની થોડા દિવસો પહેલા અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને 104 લોકો સાથે ભારત મોકલવામાં આવ્યો છે. આ તમામ લોકો બિનકાયદેસર રીતે ભારતથી ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશ્યા હતા.
આકાશદીપ ભારત પરત ફર્યો
આકાશદીપ આજે ભારત પાછો ચોક્કસ ફર્યો છે જો કે તેના અમેરિકા જવા પાછળ એક લાંબી કથા છે. આ વાત તેમના પિતા સ્વર્ણ સિંહ પાસેથી સાંભળીએ જે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રાજાતાલમાં રહે છે.
આ પણ વાંચો : USA Deported : અમેરિકાથી પરત આવેલા ગુજરાતીઓને પોલીસ પરેશાન નહીં કરે, જાણો કેમ ?
પુત્રના આગમનથી ખુશ પરંતુ દેવું કઇ રીતે ચુકવશું તે પ્રશ્ન
આકાશદીપના પિતાએ જણાવ્યું કે, આકાશદીપના આગમન પછી તેમને કેવું લાગે છે અને આકાશદીપને અમેરિકા મોકલવા માટે તેમણે કેટલો ખર્ચ કર્યો હતો. આકાશદીપના અમેરિકા જવાની વાત કહેતી વખતે, તેના પિતાએ ખૂબ જ દુઃખ સાથે કહ્યું કે, તે તેના પુત્રના આગમનથી ખૂબ જ ખુશ છે કારણ કે તેનો પુત્ર આજે આખરે તેની નજર સામે દેખાઈ રહ્યો છે. પરંતુ, આ સાથે સ્વર્ણ સિંહ એ પણ કહે છે કે તેમણે અમેરિકાની યાત્રામાં ઘણા પૈસા ખર્ચી નાખ્યા છે.
ભારતમાં રોજગારીની સમસ્યા છે
સ્વર્ણ સિંહ કહે છે, 'આકાશદીપના આગમનથી તે ખૂબ ખુશ છે, પરંતુ હવે તેના રોજગારની સમસ્યા મહત્વપૂર્ણ છે.' તેને વિદેશ મોકલવામાં ઘણા પૈસા ખર્ચાઇ ચુક્યા છે. તેણે 2021 માં 12મું ધોરણ પૂર્ણ કર્યું, ત્યારબાદ તેણે ઘણી પરીક્ષાઓ આપી, પરંતુ ક્યાંય રોજગારી મળી નહી. ત્યાર બાદ તેણે કેનેડા જવા માટે પરીક્ષા પણ આપી, પરંતુ તે પરીક્ષા પાસ કરી શક્યો નહીં અને ત્યાં જઈ શક્યો નહીં. આ પછી તેણે બીજો રસ્તો પસંદ કર્યો.
આ પણ વાંચો : Surat જિલ્લાનું ધજ ગામ, ભારતમાં ગુજરાતનું પહેલું ઈકો વિલેજ
કેનેડા માટે પણ કરી ચુક્યો હતો પ્રયાસ
તેના પિતાએ વધુમાં જણાવ્યું કે, 'કેનેડામાં તક ન મળતાં તે દુબઈ ગયો અને ત્યાં તેણે એક એજન્ટ સાથે વાત કરી.' તે એજન્ટે આકાશદીપને અમેરિકા મોકલ્યો હતો. જોકે, અમારી પાસે હવે તે એજન્ટ વિશે કોઈ માહિતી નથી. અમેરિકા ગયા પછી, ટ્રમ્પ સરકાર આવી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી. હવે તે ભારત ડિપોર્ટ થઇ ચુક્યો છે.
45 લાખનો ખર્ચ થયો
પોતાના ખર્ચ વિશે વાત કરતાં સ્વર્ણ સિંહ કહે છે, 'આકાશદીપને વિદેશ મોકલવામાં 45 લાખ રૂપિયાથી વધુ ખર્ચ થયો છે. આ માટે મેં મારી અઢી એકર જમીન વેચી દીધી અને અનેક લોન લીધી. આ સાથે, મેં મારી માતા (આકાશદીપની દાદી) ની જમીન પણ વેચી દીધી. આના કારણે, અમારા પર ઘણું દેવું થઇ ચુક્યું છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની પાસે જે માહિતી છે તે મુજબ આકાશદીપ ભારત આવી ચુક્યો છે. જો કે હજી સુધી ગામમાં આવ્યો નથી. હવે અમને સંતોષ છે કે તે અમારી પાસે આવી રહ્યો છે.
આ પણ વાંચો : MP : ભારતીય વાયુસેનાનું એક ફાઇટર પ્લેન ક્રેશ, Video
સરકાર રોજગારની વ્યવસ્થા કરે તો સારુ
તેમણે સરકારને અપીલ કરી છે કે હવે આકાશદીપ ભારત આવી ગયો છે, પરંતુ હવે સરકારે તેના રોજગાર માટે કંઈક કરવું જોઈએ.આકાશદીપની રોજગારી તેના માટે એક મોટું સંકટ છે. અહેવાલો અનુસાર, આકાશદીપ જાન્યુઆરીમાં જ અમેરિકા પહોંચી ગયો હતો અને આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : તેમને મોકલ્યા તે કે તેની પ્રક્રિયા કંઇ પણ બિનકાયદેસર નથી: અમેરિકન ડિપોર્ટર્સ અંગે જયશંકરે કહી 10 મહત્વની વાતો


