Karnataka : જે દીકરા માટે લોન લીધી, તેણે જ આપ્યો દગો! રસ્તા પર દિવસો વિતાવવા મજબુર બન્યા વૃદ્ધ માતા-પિતા
- એક વૃદ્ધ દંપતી રોડ પર રહેવા મજબૂર બન્યું
- બાળકો માટે 5 લાખ રૂપિયાની લોન લીધી હતી
- બાળકોએ માતા-પિતાને રસ્તા પર તરછોડી દીધા
Karnataka News : વિજયપુરામાં એક વૃદ્ધ દંપતી રોડ પર રહેવા મજબૂર બન્યું છે. આ દંપતી પોતાના પડોશીઓ દ્વારા આપવામાં આવેલું ભોજન ખાઈને રસ્તાઓ પર દિવસો વિતાવી રહ્યું છે. 12 માર્ચના રોજ પોલીસ પ્રોટેક્શનમાં વકીલો સાથે પહોંચેલા સ્મોલ ફાઇનાન્સ બેંકના લોકોએ વૃદ્ધ દંપતીને બહાર કાઢી મૂક્યા હતા.
બાળકો માટે 5 લાખ રૂપિયાની લોન લીધી
કર્ણાટકના વિજયપુરામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. વિજયપુરામાં એક વૃદ્ધ દંપતી રોડ પર રહેવા મજબૂર બન્યું છે. શહેરના અલકુંટે નગરના દંપતી વીરભદ્ર અને બગમ્મા હડપડાએ તેમના બાળકો માટે માઇક્રોફાઇનાન્સમાંથી 5 લાખ રૂપિયાની લોન લીધી હતી, પરંતુ હવે તે જ બાળકોએ તેમના માતાપિતાને રસ્તા પર તરછોડી દીધા છે, જેના કારણે દંપતી રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યુ છે.
પુત્ર માતા-પિતાને છોડીને ચાલ્યો ગયો
આ દંપતીના પુત્ર, બસવરાજે, પોતાના ઘરે હેર કટિંગ સલૂન ખોલવા માટે શહેરમાંથી તેના પિતાના નામે 5 લાખ રૂપિયાની લોન લીધી હતી. જોકે, થોડા દિવસો પછી, તે લોનનો હપ્તો ભર્યા વિના તેના માતાપિતાને છોડીને ચાલ્યો ગયો. આવી સ્થિતિમાં, વૃદ્ધ દંપતી તેમની પાસે રહેલા 3 લાખ રૂપિયામાંથી દર મહિને 14,000 રૂપિયા ચૂકવીને લોનનો હપ્તો ભરી રહ્યા હતા. જો કે, છેતરપિંડી કરનારાઓએ તેમની સાથે ચિટિંગ કર્યુ અને છેલ્લા એક વર્ષથી એક પણ હપ્તો જમા ન કરાવ્યો.
આ પણ વાંચો : દેશમાં અત્યારે ત્રણેય ઋતુ! ક્યાંક ઠંડી તો ક્યાંક વરસાદની સંભાવના, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ
દંપતીના ઘર પર કબજો કરવામાં આવ્યો
હપ્તા ન ચૂકવવાને કારણે, ફાઇનાન્સરોએ કોર્ટ કાર્યવાહી દ્વારા વૃદ્ધ દંપતીના ઘરનો કબજો લઈ લીધો છે અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. આ વૃદ્ધ દંપતી તેમના પડોશીઓ દ્વારા આપવામાં આવેલું ભોજન ખાઈને શેરીઓમાં દિવસ વિતાવી રહ્યું છે. આ દંપતી છેલ્લા ત્રણ દિવસથી તેમના ઘરની સામેના રસ્તા પર રહે છે. બંને બાળકો તેમના માતા-પિતાને મળવા પણ આવ્યા નથી. વૃદ્ધ દંપતી ખૂબ જ દુઃખી છે કે તેમના ઘરને ઘેરી લેવામાં આવ્યું છે અને તેમના બાળકો મદદ કરવા નથી આવી રહ્યા. દંપતીની આસપાસના લોકો તેમને નાસ્તો અને ભોજન આપીને મદદ કરી રહ્યા છે.
વૃદ્ધ દંપતીને બહાર કાઢી મૂકવામાં આવ્યું
12 માર્ચે, પોલીસ સુરક્ષામાં વકીલો સાથે પહોંચેલા સ્મોલ ફાઇનાન્સ બેંકના લોકોએ વૃદ્ધ દંપતીને બહાર કાઢી મુક્યું અને દરવાજો બંધ કરીને ઘરને ઘેરી લીધું. મકાન પર કબજો જમાવનાર લોકોએ ઘરની દિવાલ પર નોટિસ ચોંટાડી છે.
નોટિસ લગાવી
JSFB એ ઓર્ડર નં. C/R નં. 102/24 દ્વારા ગીરવે મૂકેલી મિલકતનો ભૌતિક કબજો મેળવ્યો છે અને મિલકતની માલિકી ધરાવે છે. આ મિલકતમાં અતિક્રમણ કરનારા અને નુકસાન પહોંચાડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ નોટિસ ચોંટાડી છે કે તેને હટાવવી ગેરકાયદેસર છે.
આપણા દેશમાં ઉેદ્યોગપતિઓની લોખો કરોડોની લોન સરકાર એમ જ માફ કરી દે છે. ઘણા લોકો તો બેંકોમાંથી લોન લઈને વિદેશ ભાગી ગયા છે. તે કોઈનાથી છુપુ નથી, પણ જ્યારે વાત આવે છે કોઈ ગરીબની તો આ ફાઇનાન્સ કરતી બેંકો કોઈ પ્રકારની માનવતા કે દયા દાખવતુ નથી. આ બેંકો દ્વારા ઉઘરાણી માટે મોકલવામાં આવતા લોકો નિેર્દય હોય છે. તેમને માનવતા જેવુ કઈ હોતુ નથી તેવુ ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યુ છે. ફાયનાન્સ બેંકની આ પ્રકારની હરકત ખુબ જ શરમજનક છે. અને આ દંપતી આ સ્થિતિમાં આવ્યુ તે દયનીય છે.
આ પણ વાંચો : Vadodara : 5 લોકોને કચડી નાખનાર લો સ્ટુડન્ટનો દાવો, 'હું નશામાં નહોતો, કાર 50 કિમી પ્રતિ કલાકની સ્પીડે ચાલી રહી હતી'


