સોનમ વાંગચુકની સંસ્થા પર સરકારે કેમ લીધું કડક પગલું? FCRA લાઇસન્સ રદ કરાયું
- ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની સંસ્થા પર તવાઈ (Sonam Wangchuk news)
- SECMOLનું FCRA લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યુ
- FCRAના નિયમોનું ઉલ્લંધન કરવામાં આવતા નિર્ણય
Sonam Wangchuk news : ગૃહ મંત્રાલયે જાણીતા ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક સાથે જોડાયેલી સંસ્થા 'સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ' (SECMOL)નું FCRA (Foreign Contribution Regulation Act) લાઇસન્સ રદ કરી દીધું છે. આ નિર્ણય સંસ્થા દ્વારા FCRA નિયમોના અનેક ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
SECMOLને તેના શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વિદેશી યોગદાન મેળવવાની મંજૂરી હતી. જોકે, ગૃહ મંત્રાલયે તપાસ દરમિયાન જાણ્યું કે સંસ્થાએ નિયમોનું પાલન કર્યું નથી.
શું છે સમગ્ર મામલો? (Sonam Wangchuk news)
ગૃહ મંત્રાલયે 20 ઓગસ્ટ 2025ના રોજ SECMOLને એક શો કોઝ નોટિસ પાઠવી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે તેનું FCRA લાઇસન્સ શા માટે રદ ન કરવું જોઈએ. સંસ્થાએ 19 સપ્ટેમ્બરના રોજ આ નોટિસનો જવાબ આપ્યો હતો, પરંતુ મંત્રાલયે આ જવાબથી સંતોષ ન થતાં આ પગલું ભર્યું.
મંત્રાલયના અહેવાલ મુજબ, SECMOL દ્વારા નીચે મુજબના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું:
- સ્થાનિક ભંડોળ FCRA ખાતામાં જમા કરાવવું: નાણાકીય વર્ષ 2020-21માં ત્રણ વ્યક્તિઓ દ્વારા જમા કરાવવામાં આવેલી ₹54,600ની સ્થાનિક રકમ FCRA ખાતામાં ભૂલથી જમા કરવામાં આવી હતી, જે નિયમ વિરુદ્ધ છે.
- વિદેશી દાનની યોગ્ય રીતે વિગત ન આપવી: નાણાકીય વર્ષ 2021-22માં સોનમ વાંગચુક પાસેથી મળેલું ₹3.35 લાખનું યોગદાન FCRA ખાતામાં યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યું નહોતું.
- હિસાબનો યોગ્ય રેકોર્ડ ન રાખવો: સંસ્થાએ વિદેશી દાન પ્રાપ્ત કર્યા પછી પણ તેના હિસાબનું યોગ્ય રીતે રજૂઆત કરી નહોતી.
આ ઉલ્લંઘનોના આધારે, ગૃહ મંત્રાલયે FCRAના નિયમોનું ઉલ્લંઘન ગણીને SECMOLનું લાઇસન્સ રદ કરી દીધું છે. મંત્રાલયનું કહેવું છે કે આ પ્રવૃત્તિઓ વિદેશી યોગદાનના દુરુપયોગ સમાન છે.
આ પણ વાંચો : સંરક્ષણ ક્ષેત્રે ભારતની મોટી છલાંગ: રેલવેથી લોન્ચ થશે અગ્નિ પ્રાઈમ મિસાઈલ